જિલ્લા વહીવટી તંત્રની વારસાઈ ઝુંબેશ અન્વયે ચાલુ વર્ષે કુલ ૮૨૬૭ વારસાઇ નોંધણી

હિન્દ ન્યુઝ, રાજકોટ      વડોદરામાં બીજલ શાહે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળ્યા બાદ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી કરવા પર ખાસ ભાર મૂક્યો છે. જે અન્વયે જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો જિલ્લાનાં દરેક ગામોમાં ઘરે ઘરે જઈને ચાલુ વર્ષે કુલ ૮૨૬૮ વારસાઇ નોંધણી કરાવીને વારસાઈ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.૨૯મી નવેમ્બર સુધીમાં કુલ ૮૨૬૮ વારસાઈ નોંધ મળી છે. જિલ્લા કલેક્ટર શ્રી બીજલ શાહે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૂપ આપતા વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ તા.૧૨ ફેબ્રુઆરી…

Read More

રાજકોટ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખાતમુહૂર્ત- લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ         ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના પાળ ગામ ખાતે મવડી-પાળ બ્રિજ તથા બોક્સ કલ્વર્ટ રાજપરા-ભાડુઇ-સર રોડના કુલ રૂા. ૯.૮૮ કરોડના કામો તથા તાલુકા પંચાયત, લોધીકા હસ્તકના વિવિધ વિકાસના કુલ રૂા. ૮૦.૨૯ લાખના કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ અને મફત ઘરથાળના ૧૦૦ ચો.વારના પ્લોટના સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાળ- રાવકી- માખાવડ ખાતેના ૫૯ પરિવારોને સનદ વિતરિત કરવામાં આવી હતી.

Read More

વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર

હિન્દ ન્યુઝ, રાજકોટ      વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક ઘડતર માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની વિવિધ કચેરીઓ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવતા હોય છે. ત્યારે બી.આર.સી ભવન ધોરાજી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી તથા રોજગાર નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વી.જે.એસ.પટેલ કન્યા વિનય મંદિર ધોરાજી તથા સરકારી કન્યા શાળા તથા ભગતસિંહજી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમા શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને ધો. ૧૦અને ૧૨ પછીના અભ્યાસક્રમો તથા…

Read More