હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના કાર્યક્રમને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ, શિક્ષા અને મૂલ્યોને ચરિતાર્થ કરનાર ગણાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS સંસ્થાની સમાજને વ્યસનમુક્ત બનાવવાની સાથે શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં સેવાકીય કામગીરીની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે પ્રમુખસ્વામી મહારાજને સ્મરણાંજલિ અર્પણ કરતા…
Read MoreMonth: December 2024
વડોદરા જિલ્લામાં રોજગાર તથા વ્યવસાય અંગે માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન ને લગતી કામગીરીની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓફિસમાં અને ઓફિસ બહાર કરવામાં આવતી વ્યવસાય માર્ગદર્શનને લગતી તમામ યોજનાઓ અને ઓક્ટોબર ૨૪ સુધીમાં થયેલ કામગીરીની…
Read Moreપાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, પાદરા પાદરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂત લક્ષી વિવિધ સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી પૂરું પાડવાના હેતુ સાથે આજ રોજ પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે કૃષિ વૈજ્ઞાનિક વી.કે.પટેલના અધ્યક્ષતામાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ઓર્ગોનિક કપાસ સંશોધન પટા કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વી.કે.પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં…
Read Moreસયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર
હિન્દ ન્યુઝ, વડોદરા મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ વધુ એકવાર નોંધારાનો આધાર બની છે. અહીં અન્નનળીના કેન્સર માટે પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી – લઘુત્તમ વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેનો લાભ સામાન્ય પરિવારના એક મહિલાને વિનામૂલ્યે મળ્યો છે.આયુષ્માન ભારત હેઠળ આ રોગ પીડિતા ને જે સારવાર અહીં વિનામૂલ્યે મળી એના માટે ખાનગી દવાખાનામાં બે થી ત્રણ લાખનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે. નર્મદા જિલ્લાના જીતગઢ ગામની 38 વર્ષીય મહિલાને એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે અન્નનળીના…
Read Moreવડોદરામાં ડૉ. આંબેડકર સ્મૃતિવંદના પરિસંવાદ સંપન્ન : વક્તાઓના મનનીય વક્તવ્યો
હિન્દ ન્યુઝ, વડોદરા પ્રવીણ ગઢવી (નિવૃત્ત IAS) – પ્રમુખ ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ‘પરિનિબ્બાન પરિસંવાદ’નું વડોદરાના પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણે, સૌ અતિથિઓ અને આયોજકોના ભીમનાદ વચ્ચે દીપ પ્રગટાવી તથા ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાર્પણ કરી ઉદગાટન કર્યું હતું. આ સેમિનારમાં ‘ડૉ.આંબેડકર વિચાર’ હેઠળના ચર્ચાસત્રમાં ‘ડૉ. આંબેડકર અને જાતિ નિર્મૂલન’ વિષય પર યુવા દલિત લેખક મયુર વાઢેરે, ‘ડૉ. આંબેડકર અને આજના રાજકીય પક્ષો’ વિષય પર લેખક-પત્રકાર નટુભાઈ પરમારે, ‘વધતા જતા દલિત અત્યાચારો-કારણ અને નિવારણ’ વિષય પર સ.પ.યુનિ.ના ડૉ.બલદેવ આગજાએ અને ‘ડો.આંબેડકર અને દલિત કવિતા’ પર સેન્ટ્રલ…
Read Moreવડોદરા શહેર જિલ્લામાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો વરણામાથી કરાવ્યો પ્રારંભ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેર જિલ્લામાં વરણામા ત્રિમંદિર ખાતેથી મુખ્ય દંડકશ બાલકૃષ્ણ શુકલે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો સાંસદ ડો .હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોઈપણ વ્યક્તિને ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી તેની સારવાર લેવા તેમણે અનુરોધ કરી દેશમાંથી ટી.બી.રોગના નિર્મૂલન માટે સમાજની ભાગીદારી જરૂરી હોવાનું ઉમેર્યું હતું. ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ દરમિયાન વડોદરા મહાનગરપાલિકામાં ૪૦૦ થી વધારે આરોગ્ય…
Read Moreજોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, જોડીયા કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને જામનગર જિલ્લામાં પણ તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં જોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.સાથે સાથે રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું…
Read Moreજિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાએ અનુદાન અર્પણ કરી જામનગર જિલ્લામાં ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’નો શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકારશ્રી તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરાઈ હતી.પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટરશ્રી…
Read Moreજામનગર જિલ્લામાં ખેલ મહાકુંભના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન કરાયું છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગરપાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓમાંથી મહત્તમ રમતવીરો ભાગ લે તે પ્રકારે આયોજન હાથ ધરાય તે ઇચ્છનિય છે.તેમજ રમતવીરો માટે કરવાની થતી આનુસંગિક તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ…
Read Moreખેલમહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ; સ્પર્ધકોએ તા.૨૫ ડિસેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
ખેલમહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ; સ્પર્ધકોએ તા.૨૫ ડિસેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશ હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન હાથ ધરાશે. ખેલમહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.જેની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધીની રહેશે.ખેલમહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત ખેલમહાકુંભની વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.પ્રત્યેક ખેલાડી…
Read More