હિન્દ ન્યુઝ, આણંદ ભારતની આઝાદી બાદની ૧૩ માં ચરણની લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯૯૯ ના વર્ષમાં યોજાઈ હતી. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ૨૬ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તા. પ મી સપ્ટેમ્બર-૧૯૯૯ ના રોજ મતદાન થયું હતું, જ્યારે ૬ ઠ્ઠી ઓક્ટોબર-૧૯૯૯ ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૧૯૯૯ ના વર્ષમાં ગુજરાતમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીની એક અગત્યની બાબત એ રહી હતી કે, ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ઉમેદવારી પત્રો ભરીને ઉભા રહેલા ૧૫૯ ઉમેદવારો પૈકી પ્રત્યેક બેઠકના વિજેતા અને…
Read MoreDay: May 2, 2024
ખંભાતના દરિયાકાંઠે શરૂ અને પારસ પીપળાના રોપાઓનું વાવેતર કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા ખંભાતના દરિયાકાંઠે ડંકા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શરૂ અને પારસ પીપળાનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં “VOTE…
Read Moreઆણંદ જિલ્લાના ૭ રિસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ૧૭૭૩ મતદાન મથકો ખાતે ઇવીએમ વિવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી રવાના કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં મેં મહિનાની તારીખ ૭ ના રોજ મતદાન યોજાનાર છે, જે અંતર્ગત આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના સાત મતદાર વિભાગો માટેના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે. જેમાં…
Read Moreજામનગર જિલ્લાના પેન્શનરોએ લગત બેંક ખાતે હયાતીની ખરાઈ કરાવવાની રહેશે
જામનગર જામનગર તા.01 મે, જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે મે, જૂન તથા જુલાઈ-2024 દરમિયાન જે બેંક બ્રાંચ મારફત પેન્શન મેળવતા હોય, તો તે બ્રાંચમાં જઈને તેમની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબની સહી કરવાની રહેશે. તેમજ લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પુનઃલગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા હોય…
Read More