હિન્દ ન્યુઝ, ભાવનગર
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રેન્જ વિસ્તારમાં રસ્તાઓ અને પાણીના વહેણ તથા નાળાઓની સાફ-સફાઈ કરાઈ
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ આધારિત આજે ભાવનગર જિલ્લામાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં સ્વચ્છતાની સુવાસ ફેલાઈ હતી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની મોબાઇલ સ્કવૉડ રેન્જમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન” હેઠળ જંગલના રેન્જ વિસ્તારની સીમાઓમાંથી પસાર થતા રસ્તાઓ અને વહેણ તથા નાળાઓની આસપાસ જમા થયેલ પ્લાસ્ટિકનો કચરો વીણીને એકત્ર કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી તથા આ કચરાનો યોગ્ય રીતે નિકાલ પણ કરવામાં આવ્યો હતો.