હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં ચુંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ચાર દિવ્યાંગ મથકો ઉભા કરાયા છે. જિલ્લામાં વેરાવળ, રાખેજ, ઉના અને વેલણ ખાતે દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દિવ્યાંગ મતદાન મથકના મતદારોને ધ્યાને રાખીને શણગારવામાં આવ્યું છે. વેરાવળ મતદાન મથકે ભૌમિકભાઈ જોષીએ મતદાન કરીને ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ મતદાન મથકની વ્યવસ્થાઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સુદ્રઢ વ્યવસ્થાઓના કારણે પાંચ મિનિટમાં વોટીગ પક્રિયા પૂર્ણ કરી…
Read MoreMonth: May 2024
જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક ઉભા કરાયા
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા મહિલાઓ મતદારો બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરીને બહોળી સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક બનાવવામાં આવ્યાં છે. સોલંકી નયનાબેનએ સખી મતદાન મથક પર મતદાન કરીને પોતાનો પ્રતિભાવ વર્ણવતા જણાવ્યુ હતુ.કે,ચૂંટણીપંચ દ્વારા મહિલાઓ માટે સખીમતદાન મથકની ઉભુ કરવામાં આવ્યુ છે.અહી મહિલાઓ સમાન સાડી પહેરીને સખી મતદાન મથકનુ સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરાયુ એ અમારા માટે ગર્વની બાબત છે.વધુમાં તેમણે લોકશાહિના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને મતદાન કરવા અપિલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તમામ પોલિંગ સ્ટાફ ECI ના લોગોવાળા (ચુનાવ…
Read Moreસખી મતદાન મથકે સખીઓ મતદાન કરવા આવી
હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે….. હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભાની ચૂંટણીને લઈને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રૂપે ‘સખી મતદાન મથક’ ઉભાં કરવામાં આવ્યાં છે. આ મતદાન મથક પર વેરાવળની સખીઓ પોતાની સખીના સંગાથે વહેલી સવારે મતદાન કરવા આવીને ‘હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે…’ ની ભાવના ચરિતાર્થ કરી હતી. લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે સખી મતદાન મથકો ઉપર સખીઓ વહેલી સવારથી જ પોતાની સખીઓ સાથે મતદાન કરવા આવી હતી. વેરાવળના સખી મતદાન મથક પર યાસ્મિનબેન કાઠી,…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના પર્વનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જિલ્લાનાં નાગરિકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. જિલ્લાના મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાગરિકોમાં અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યુ હતું. મતદાતાઓને કોઈ અગવડતાના પડે તે માટે મતદાન મથક પર આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લાના યુવા થી માંડી વરિષ્ઠ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ…
Read Moreમતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ પ્રવેશી શકશે નહી
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે અને મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ દરેક મતદાન મથક/મથકોએ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઇ વ્યક્તિ દ્વારા કેટલાંક કૃત્યો કરવા માટે ચૂંટણી પંચની સૂચના મુજબ કેટલાક હુકમો ફરમાવ્યા છે. તદ્દનુસાર રાજકીય પક્ષ,…
Read Moreમતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં મત માટે પ્રચાર કરી શકાશે નહિં
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિને કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. તદ્દઅનુસાર કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક…
Read Moreમતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા તથા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે.મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી કાયદા,આચારસંહિતા અને ચૂંટણી આયોગની સુચનાનો ભંગ કરતા શોર્ટ મેસેજ પર પ્રસારીત થતા અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા પ્રતિબંધ દર્શવાતો હુકમ કર્યો છે. જે અન્વયે કોઈપણ રાજકિય પક્ષ,ઉમેદવાર,તેના ચૂંટણી એજન્ટ,કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે એટલે કે તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs મોકલવા પર પ્રતિબંધ કર્યો છે.…
Read Moreમતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ (EPIC) અથવા અન્ય ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ફોટો ઓળખપત્ર રજૂ કરી મતદાન કરી શકશે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મેના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની લોકસભાની બેઠકની સાથે જિલ્લાની ૧૦૮ – ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. મતદાનના દિવસે એટલે કે, તા. ૭ મી મે ના રોજ મતદારોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ -(ચૂંટણી કાર્ડ) EPIC રજૂ કરી મતદાન કરવાનું હોય છે. મતદાનના દિવસે જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ – EPIC રજૂ ન કરી શકે તો…
Read Moreતા.૭ મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરો – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં ૭ મી તારીખના મંગળવાર ના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે. વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે. આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી રહી છે. જે કાપલીમાં તમારું…
Read Moreમતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ આણંદનો આરોગ્ય વિભાગ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ગુજરાતમાં તા. ૦૭ મેના રોજ યોજાનાર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે. ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે હીટ વેવ ના નોડલ ઓફિસર અને જિલ્લા…
Read More