સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, સિહોર       ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે પ્રથમ તા.૦૨/૦૮/૨૨૩ થી તા.૦૯/૦૮/૨૦૨૩ સુધી, દ્વિતીય તા.૨૩/૦૮/૨૦૧૩ થી તા.૩૦/૦૮/૨૦૨૩ સુધી તથા તૃતીય તા.૦૩/૦૯/૨૦૧૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી ગુજરાત એર સ્કવોડ્રન એન.સી.સી., ભાવનગરના કેડેટસના ટ્રેનીંગના ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાશે નેશનલ લોક અદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં નેગોશીયેબલ ઈન્ટમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના ક્લેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોનાકેસ, જમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે. નોંધનીય છે કે જે પક્ષકારો  નેશનલ લોક અદાલતમાં કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દેશભરના 508 રેલવે સ્ટેશનોનાં પુન: વિકાસ માટે શિલાન્યાસ

હિન્દ ન્યુઝ, બોટાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો હતો. આગામી સમયમાં ભાવનગર મંડળના 17 રેલ્વે સ્ટેશનો પૈકી બોટાદ રેલવે સ્ટેશનનો પણ પુન: વિકાસ થશે. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદશ્રી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, “બોટાદના આંગણે શુભ અવસર આવ્યો છે. આ સુઅવસર સમગ્ર દેશમાં આવ્યો છે. બોટાદનું રેલ્વે સ્ટેશન અપગ્રેડ થવા જઈ રહ્યું છે. આ માટે તમામ બોટાદવાસીઓને અનેક શુભેચ્છાઓ છે. ભાવનગર મંડળના બોટાદ સિવાય સિંહોર, સોનગઢ અને…

Read More

ભાવનગર જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’અભિયાન માટે શિલાફલકમ બનાવવાની તૈયારી શરુ

મેરી માટી, મેરા દેશ અભિયાન-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ ૯ ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ દરનિયાન યોજાશે. આ કાર્યક્રમ અન્વયે ભાવનગર જિલ્લાના ઘણાં ગામોમાં શીલા ફલકમ સ્થળ પસંદ કરીને શીલા ફલકમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીને જે-તે ગાનમા અમૃત સરોવર, તળાવ, નદી કે અન્ય જાહેર સ્થળ નજીક મૂકવામાં આવશે. આ શિલાફલકમમાં તે ગામ કે વિસ્તારના શહીદોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે.

Read More

શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૮/૨૦૩ને બુધવારનાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે કલેકટર, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૧૧/૦૮/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી ઓગષ્ટ/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ રવિન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિ, તા.૦૮/૦૮/૨૦૨૩ નાં રોજ કાલાષ્ટમી, તા.૧૪/૦૮/૨૦૨૩ નાં રોજ શિવરાત્રી, તા.૧૫/૦૮/૨૦૨૩ નાં રોજ સ્વાતંત્ર દિન, તા.૨૦/૦૮/૨૦૨૩ નાં રોજ વિનાયક ચોથ, તા.૨૧/૦૮/૨૦૨૩ નાં રોજ નાગ પાંચમ તથા તા.૩૦/૦૮/૨૦૨૩ નાં રોજ રક્ષાબંધન વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા…

Read More

“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે આજરોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે બહુમાળી ભવનનાં મિટિંગ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ જેટલી આંગણવાડી કાર્યક્રર અને ૨૫ જેટલી આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની ખંત પૂર્વકની કામગીરીઓને બિરદાવવામાં આવી હતી. જેમાં મહિલા બાળ અધિકારી કિરણબેન મોરીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.શાખા કચેરી અધિક્ષક દિપ્તીબેન વ્યાસ, આઈ.સી.ડી.એસ.ના મુખ્યસેવિકા, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીજબેન કુરેશી, રીનાબેન વાધેલા…

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં “મારી માટી- મારો દેશ” અભિયાન અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

“મારી માટી- મારો દેશ” હિન્દ ન્યુઝ, ભાવનગર         સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.  બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો…

Read More

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ 

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સૂત્રને સાર્થક બનાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ મા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૫૦ માં કનૈયાલાલ મુનશી દ્વારા જેની શરૂઆત થઈ હતી તે વન મહોત્સવનો ૭૪માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ગજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન મહોત્સવની ઉજવણીના અનોખા લોકોત્સવને રાજયના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત કરીને વન મહોત્સવની ઉજવણીની અગત્યતા સમજાવી છે. ૭૪મા વનમહોત્સવની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના…

Read More

આણંદ ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે શુક્રવારે મહિલા સશક્તિકરણ વિના વિકાસની પરિભાષા અધુરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાઓને સ્વાવલંબી બનાવવા ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે સમાન પગારધોરણનો કાયદો, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન, નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન હેઠળ સખી મંડળો માટે લોન સહાય, મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના, મિશન મંગલમ યોજનાનું અમલીકરણ, મહિલા રોજગાર મેળાઓનું આયોજન, ગરીબ કલ્યાણ મેળા જેવા મહિલાઓના હિતને ધ્યાને લઈ અમલી બનાવાયેલી યોજનાઓના પરિણામે ગુજરાતની મહિલાઓ રોજગારી-સ્વરોજગારી મેળવી આર્થિક રીતે પગભર…

Read More