ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં તા.૯ સપ્ટેમ્બરના રોજ યોજાશે નેશનલ લોક અદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળનવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળઅમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.

જેમાં નેગોશીયેબલ ઈન્ટમેન્ટ એકટ-૧૩૮ના કેસસમાધાન લાયક ફોજદારી કેસોદિવાની દાવાઓબેન્ક લેણાના કેસવાહન અકસ્માતના ક્લેઈમના કેસલેબર કેસવીજબીલપાણીબીલસર્વિસ મેટરરેવન્યુ મેટરલગ્નસંબંધી તકરારોનાકેસજમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે.

નોંધનીય છે કે જે પક્ષકારો  નેશનલ લોક અદાલતમાં કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળડિસ્ટ્રીકટ કોર્ટવેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળગીર સોમનાથના અધ્યક્ષ પી.જી.ગોકાણી તથા સેક્રેટરી કે.જી.પટેલની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related posts

Leave a Comment