હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લામાં હાલ સ્વૈચ્છિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની’ વિભાવના સાકાર કરવાના શુભ આશય સાથે કોલેજના આચાર્યા શ્રીમતી ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ અંતર્ગત સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેના કો-ઓર્ડીનેટર સંજય પરમાર અને યોગ વિશેષજ્ઞ ગણેશ વસાવાએ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર કરાવ્યા હતા. તેમજ તેઓએ સૂર્ય નમસ્કાર…
Read MoreMonth: June 2023
ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં પદાધિકારીઓએ પોતાના વિસ્તારના જનહિતલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. જે સંદર્ભે કલેકટરએ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં ટેક્ષટાઈલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ અને અન્ય ગુનાઓ બાબતે મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ પોલીસ વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યારે ભેસ્તાન વિસ્તારમાં નવી નિર્માણ પામનાર પોલીસ ચોકીનું બાંધકામ પોલીસ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોયની સૂચના અનુસાર કુલ ૨૩૭ આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યા પર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વે સાથે ક્લોરિનેશન, ક્લોરિન ટેબલેટ, ORS વિતરણ કામગીરી. એન્ટીલાર્વા કામગીરી પૂરઝડપે હાથ ધરવામાં આવી છે. તેમજ તાજો ખોરાક લેવા અને ઉકાળેલું પાણી પીવાની સૂચના સાથે…
Read Moreગીર સોમનાથમાં માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનને કારણે અવિરત ચાલુ રહ્યા જિલ્લાના તમામ રસ્તાઓ
હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહે તેમજ જિલ્લામાં ક્યાંય પણ માર્ગ પરિવહન અવરોધાય નહી. તે માટે સુચારૂ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કુલ ૧૧ ટીમો બનાવવામાં આવી હતી જે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે કાર્યરત રહી ૧૩૫ થી વધુ જમીનદોસ્ત તેમજ અડચણરૂપ…
Read Moreભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર “૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે તા: ૧૬/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે. જેમાં તા. ૧૭ ના રોજ “પ્રોટોકોલ” થીમ પર યોગાસન મિટિંગ હોલ ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના…
Read Moreઘોઘા આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ.સી.ડી.એસ. કચેરી ઘોઘા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત “પોયણી યોજના” માં શાળાએ ન જતી ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ અને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કિશોરીઓને મીટીંગ કરી તેમને આરોગ્ય, ખોરાક અને સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન ઘોઘા બાળવિકાસ યોજના અધિકારી નીતાબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ તથા સુપરવાઈઝર મીનાબેન દ્વારા પોયણી યોજના વિષે સમજ આપવામાં આવેલ હતી. આ સેનેટરી પેડ દાતા સંજયભાઈ ચૌહાણ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતા. ઘોઘા સી.ડી.પી.ઓ. તથા સુપરવાઈઝર તેમજ આઈ.સી.ડી.એસ. તમામ સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ઘોઘાના આંગણવાડી વર્કર…
Read Moreપાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોને જુના લોઇચડા, લાખાવાડ, સોનપરી, હાથસણી, જીવાપુર, ચોંડા, લીલીવાવ, બહાદુરગઢ, બોદાનાનેસ, ભુતીયા, ઘેલાપરા, વિઠલવાડી, ભુતડીયા તેમજ મોટી પાણીયારી(વાડી) નાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદવેતનની ખંડ સમય માટે તદન હંગામી ઘોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૦ (વીસ) થી ૬૦ (સાઇઠ) તેમજ એસ.એસ.સી. પાસની લાયકાત હોવી જોઇએ તેમજ ઉમેદવાર જે-તે ગામનાં હોવા જોઇએ. નિયત અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી આઘારો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુઘીમાં મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે મધ્યાહન ભોજન શાખામાં પહોંચતી કરવા તેમજ મુદત…
Read Moreભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રોડ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરનાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવનાં મંદિર ખાતેથી નિકળનાર છે. આ રથયાત્રાના પ્રારંભ સમયે સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામે રોડ પર રથને ઉભો રાખી પૂજા, અર્ચન કરી રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ સમય દરમ્યાન રોડ પર મોટી સંખ્યામાં ભાવીકો એકત્રીત થતા હોય, રથયાત્રા રૂટ પર ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે ૫-૦૦ કલાક થી ૯-૦૦ કલાક સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીનાં રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોનું ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા અંગેનું…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીઓને અનુલક્ષી મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’થીમ પર ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. જે અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની સુનિયોજિત રીતે ઉજવણી થાય તે અંગે મિટિંગ યોજવામાં આવી હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા અને સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ સુનિયોજીત રીતે તમામ…
Read Moreબિપરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ બન્યું નિરાધાર નો આધાર, 10,000 થી વધુ ફૂડ પેકેટ વિતરણ, આશ્રય સ્થાનોમાં ભોજન અપાયું
હિન્દ ન્યુઝ, સોમનાથ કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મામતાસભર માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી…
Read More