જોડિયા ગામે બ્લોક ઓફિસની જામનગર જિલ્લા વિકાસ અધિકારી એ લીધેલ મુલાકાત

જોડિયા,

Covid-19 કોરોના મહામારી અંતર્ગત ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી જામનગર એ ગત તારીખ 9-9-202o, ના રોજ સાંજે ૫:૨૧ કલાકે બ્લોક હેલ્થ ઓફિસમાં તેની હેઠળ આવતા મેડીકલ ઓફિસર્સ એમપીએસ આશાવર્કર તેમજ લગત સ્ટાફની સદરહુ કામગીરી અંતર્ગત રીવ્યુ મિટીંગ લીધેલ આ મિટિંગમાં કોવિડ 19 અન્વયે સમીક્ષા બેઠકમાં આ મહામારી અન્વયે ખૂબ જ કાળજી રાખી અને કોરોના ના કેસ વધુ પ્રસરે નહીં તેમજ ધન્વંતરિ રથ નિયમિત દરેક ગામે જાય અને સ્ટાફ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન ની નિયમિત મુલાકાતો અને જરૂરિયાત દવાઓ અને સારવાર આપવા માટે જણાવ્યું.

આ સમયે ડી.એચ.ઓ ટી.એચ.ઓ સીએસસી સુપ્રીટેંડેંટ ડોક્ટર કુમાર અને મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી સોરઠીયા હાજર રહેલ હતા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment