સુંઇગામ ના વાધપુરા ગામે આરોગ્ય વિભાગ દ્રારા કોરોના ટેસ્ટ નો શુભારંભ

સુંઇગામ,
હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ને અટકાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્ન શીલ છે. સરકાર અલગ અલગ પ્રકાર ની કામગીરી કરી સોશિયલ ડિસ્ટન્સ સચવાય અને કોરોના નાબૂદ થાય તેવી કામગીરી કરી રહી છે. લોકો પણ સરકાર દ્રારા આપેલ નિયમો નું પાલન કરી રહી છે. ત્યારે સરહદી સુંઇગામ ના વાધપુરા ગામે તારીખ 10/09/2020 ને ગુરૂવાર નાં રોજ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના ટેસ્ટ નો શુભારંભ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગ દ્રારા રોજ ૨૫ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો ટાર્ગેટ છે તેં પ્રમાણે આરોગ્ય વિભાગ દ્રારા આપેલ સૂચનો ને ધ્યાને રાખી આજે વાધપુરા ગામના નાગરિકો ને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજના આ કોરોના ટેસ્ટ શુભારંભ માં વાધપુરા ગામના ૨૫ જેટલા નાગરિકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ,આજના કોરોના ટેસ્ટ ની શરૂઆત વાધપુરા ગામના તેમજ આજના કોરોના ટેસ્ટ માં તમામ નાગરિકો નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આમ આજથી શરૂ કરાયેલ કોરોના ટેસ્ટ માં વાધપુરા ગામમાં ફરજ બજાવતા અનામિકાબેન પટેલ, પ્રવીણભાઈ દલવાડી તેમજ આંગણવાડી વર્કર ભાવનાબેન સહીત આરોગ્ય ના કર્મચારી ઓ દ્રારા આ કોરોના ટેસ્ટ નો શુભારંભની શરૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : મનુ પરમાર, બનાસકાંઠા

Related posts

Leave a Comment