મુસ્લિમ સેવા સંઘ દ્વારા સુરત શહેર માં માસ્ક વિતરણ કરાયું

સુરત,

તા. 09/09/2020 બુધવારે મુસ્લિમ સેવા સંઘ સુરત દ્વારા કોરોના જેવી મહામારીથી રક્ષણ માટે કોસાડ આવાસ બજાર ખાતે માસ્ક વિતરણ કેમ્પનું આયોજન મુસ્લિમ સેવા સંઘ સુરત જિલ્લા મહિલા પ્રમુખ રીજવાનાબેન જરીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ મુન્ના ભાટા પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશન અને સોશ્યિલ ડેવલોપમેન્ટ વેલ્ફેર સોસાયટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઝુલ્ફિકાર ભાઈ શૈખ, પ્રદેશ ઉપ પ્રમુખ ઈકબલભાઈ બાપુ,કાર્યકારી પ્રમુખ શાહિલ લાકડાવાલા, પ્રદેશ મીડિયા પ્રભારી ઈશહાકભાઈ પઠાણ, સુરત શહેર પ્રમુખ અરીફભાઈ શૌખ, શહેર મીડિયા પ્રભારી મન્સૂરભાઈ તેલી અને સથી મિત્રોએ હાજરી આપી હતી.


આ પ્રોગ્રામનું સફળતા પૂર્વક સરસ આયોજન કરવામાટે પ્રાઇવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશન અને સોશ્યિલ ડેવલોપમેન્ટ વેલ્ફેર સોસાયટીની સમસ્ત ટીમએ મુસ્લિમ સેવા સંઘના સુરત જિલ્લાના મહિલા પ્રમુખ રિઝવાના જરીવાલા, અને એમની ટીમ સના મકરાણી, જૈનબ બેન, હમીદા બેન, રશીદાં બેન, નીકહત બેન, રૂબિના ખાતુંન સાદિયા જરીવાલા અને તેમના બધા સાથી મિત્રોનું હૃદયપૂર્વક આભાર માન્યું હતું.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment