દિયોદરમાં ગૌ શાળા ના સંચાલકો લાલઘૂમ આંદોલન બન્યું ઉર્ગ, ગૌ શાળા માંથી 500 થી વધુ મૂંગા પશુઓ ને રસ્તા પર છોડી મુક્યા

દિયોદર, 

           બનાસકાંઠા જિલ્લા માં વિવિધ માંગણી ને લઈ ગૌ શાળા ના સંચાલકો દ્વારા તમામ ગૌ શાળા માંથી ગાયો મૂંગા પશુઓ ને રસ્તા અને સરકારી કચેરી આગળ છોડી મૂકી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આ આંદોલન વધુ ઉર્ગ બની રહું છે. જેમાં આજરોજ ગુરુવારે દિયોદર તાલુકા ની અનેક વિવિધ ગૌ શાળા તેમજ ખોડાઢોર પાંજરાપોળ માંથી પણ સંચાલકો એ સહાય ની માંગ સાથે ગાયો મૂંગા પશુઓ રસ્તા પર છોડી મુકતા તંત્ર દોડતું થયું હતું. આજ રોજ ગૌ શાળા આગળ પોલીસ તંત્ર ના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં સંચાલકો એ ગૌ શાળા માંથી ગાયો અને મૂંગા પશુઓ રસ્તા પર છોડી દેતા એક સમય રસ્તા પર ગાયો રઝળતી જોવા મળી આવી હતી. આ બાબતે સંચાલક જે બી દોશી એ જણાવેલ કે હાલ વર્તમાન સમય અને કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે જિલ્લા ની તમામ ગૌ શાળા માં આવક માં મોટો ઘટાડો થયો છે.

જેમાં આવક ના હોવાથી ગૌ શાળા અને પાંજરાપોળ ચલાવી ઘણી મુશ્કેલ બની છે. જેમાં સરકાર મદદ રૂપ થશે તેવી આશા હતી પરંતુ સરકાર અમારી સહાય ની રજુઆત સાંભળતી નથી. જેથી અમો એ ગાયો ને રસ્તા પર છોડી મૂકી છે. સહાય ની માંગ સાથે જિલ્લા માં આંદોલન ઉર્ગ બની રહું છે. જેમાં સંચાલકો દ્વારા દરેક ગૌ શાળા માંથી ગાયો મૂંગા પશુઓ ને છોડી મુકવામાં આવી રહા છે. જેમાં તાલુકા ના વખા , વાતમ, પાલડી, ચિભડા, ભેસાણા વગેરે ગૌ શાળા માંથી ગાયો છોડી દેવામાં આવી છે. જેમાં હવે ગૌ શાળા આગળ પર સરકાર વિરુદ્ધ બેનેરો લાગ્યા છે અને જિલ્લા માં આંદોલન વધુ ઉર્ગ બની રહું છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment