ભાવનગર જિલ્લામાં આગામી સપ્તાહે યોજાનારા શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ શરુ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૧૨, ૧૩ અને ૧૪ જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રૂટ નક્કી કરવા, પ્રવેશોત્સવની કાર્યવાહી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. પી. બોરિચા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા આણંદપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ અને અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આણંદપરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેવીકેના પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા  શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ વિશે વાત કરી હતી. આ તકે પ્રાકૃતિક ખેતી વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તેમજ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જિતેન્દ્રસિંહે વૃક્ષોનું આપડા જીવનમાં મહત્વ અને ઘર આંગણે શાકભાજીનો બગીચો બનાવી તાજા શાકભાજી મેળવીને તંદુરસ્ત રહેવાની વાત કરી હતી ત્યારબાદ કેવીકેના પાક વિજ્ઞાન…

Read More

હિમાચલ પ્રદેશમાં ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

હિન્દ ન્યુઝ, ભાવનગર હિમાચલ પ્રદેશમાં અત્યારે ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. આચાર્ય દેવવ્રતજી ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું. એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં ૨૮.૬ ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. ૭૫ % ખેડૂતો…

Read More

આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે. આવો, આપણે ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ. પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે…

Read More

૭મી જૂન : પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત

હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ…

Read More

ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ‘પર્યટન પર્વ’માં રસતરબોળ થયા ગીરસોમનાથના શહેરીજનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ગુજરાત સરકારના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વનું આયોજન થયું હતું. જેમાં શહેરીજનો અનેકવિધ ભાતીગળ વારસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસતરબોળ થયા હતાં. આ ‘પર્યટન પર્વ નિમિતે યુવા દિલોના ધબકાર ‘વ્હાલમ‘ જીગરદાન ગઢવીએ ‘મોગલ આવે…‘ ‘રંગાઈ જાને રંગમાં..‘ ‘વ્હાલમ..આવો ને’ જેવા ગીત પર સૂર રેલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. જ્યારે સ્વર નટરાજ એકેડમી કચ્છ દ્વારા પરંપરાગત લોકનૃત્ય, નટરાજ ગૃપ રાજકોટ દ્વારા મિશ્રરાસ, તાલાળાના સીદી સમુદાય દ્વારા ધમાલ નૃત્ય, શક્તિપરા માલધારી રાસ મંડળ સુરેન્દ્રનગર દ્વારા હુડો…

Read More

ગીર સોમનાથના ખેડૂતો પર્યાવરણનું જતન કરી અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        વર્તમાન સમયમાં વધારે પડતા રસાયણયુકત ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગથી જમીન અને હવા પ્રદુષીત થવાથી પર્યાવરણમાં અસંતુલનના કારણે ઋતુચક્રોમાં વિષમતા જોવા મળી રહી છે તેમજ લોકોના સ્વાસ્થ પણ જોખમમાં છે આ પરિસ્થિતિના નિવારણ અર્થે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૩૭૨૦ ખેડૂતો દ્વારા અલગ અલગ પાક જેવા કે મગફળી, શેરડી, ઘઉં, શાકભાજી, કઠોળ અને બાગાયતી પાકોમાં કુલ અંદાજીત ૧૭૧૯૨ એકર જમીન માં પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણનુ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથને હરીયાળું બનાવવા વન વિભાગ કટિબદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                 સમગ્ર મનુષ્યજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ, મૂલ્યવાન અને આવશ્યક છે. કારણ કે વૃક્ષો મનુષ્યને જીવન માટે ખોરાક અને ઓક્સિજન એમ બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે અને  બીજા ઘણા નાના અને મોટા ફાયદાઓ છે જે આપણને ઝાડ માંથી મળે છે.  તેથી વૃક્ષ એ જીવંત વસ્તુઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સંસાધન છે. તેથી સરકાર અને વિશ્વવ્યાપી અનેક સંસ્થાઓ વૃક્ષોનું પ્રમાણ વધારવા  માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમા ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ગીર સોમનાથને હરિયાળું બનાવવા માટે …

Read More

ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ‘માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં ‘શ્રમભક્તિ‘ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે.…

Read More

પ્રાકૃતિક ખેતી માટેની યુ-ટ્યુબ ચેનલ થકી જેસર તાલુકાના યુવાને શરૂ કર્યો અદકેરો પ્રયાસ

પર્યાવરણ વિશેષ : Go Green Bhavnagar હિન્દ ન્યુઝ, ભાવનગર          પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે દરેક વ્યક્તિ કે સંસ્થાએ યથાયોગ્ય પ્રયાસો કરવા જરૂરી છે ત્યારે ભાવનગરના જેસર તાલુકાના ગામડાના યુવાનને એમ.એસ.સી.(એગ્રીકલ્ચર)ના અભ્યાસ કર્યા બાદ ખેતીમાં વધુ માત્રામાં આડેધડ ઉપયોગ થતાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગને લીધે આજે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે લોકોમાં પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન આવે અને તેનો પ્રચાર થાય એ હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુ-ટ્યુબ ચેનલ શરૂ કરીને એક અદકેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  વાત છે જેસર તાલુકાના જુના પાદર ગામને…

Read More