વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથને હરીયાળું બનાવવા વન વિભાગ કટિબદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

                સમગ્ર મનુષ્યજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણમૂલ્યવાન અને આવશ્યક છે. કારણ કે વૃક્ષો મનુષ્યને જીવન માટે ખોરાક અને ઓક્સિજન એમ બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે અને  બીજા ઘણા નાના અને મોટા ફાયદાઓ છે જે આપણને ઝાડ માંથી મળે છે.  તેથી વૃક્ષ એ જીવંત વસ્તુઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સંસાધન છે. તેથી સરકાર અને વિશ્વવ્યાપી અનેક સંસ્થાઓ વૃક્ષોનું પ્રમાણ વધારવા  માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમા ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ગીર સોમનાથને હરિયાળું બનાવવા માટે  દ્વારા વૃક્ષોનુ વાવેતર તેમજ સામાજિક વનીકરણ અંતર્ગત  વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે.

ગીર સોમનાથ વનવિભાગ દ્વારા  વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ૨૬૨ હેક્ટરમાં ૨૫૬૦૦૦થી વધુ અને વર્ષ ૨૦૨૨ -૨૩માં ૨૦૨ હેકટરમાં ૧૯૭૦૦૦થી વધુ વૃક્ષોનુ વાવેતર કરાયું જેમાં વડપીપળઅર્જુન સાદડખાટી-આંમલીજાંબુઉમરામહુડાલીમડારાયણગુંદાઆમળાબોરસલીગરમાળો તેમજ માનવેલકાંઠીબોરઅરીઠાબીલીકદમકરંજકણજીખાખરોકરમદા, સીતાફળ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ના ચોમાસા દરમિયાન ૨૦૧ હેક્ટરમાં ૧૯૪૦૦૦થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

તદુપરાંત વન વિભાગની છ નર્સરીઓ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં અંદાજીત ૭૬૦૦૦૦થી વધુ અને વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજીત ૬૪૦૦૦૦થી વધુ રોપાનુ વિતરણ કરવામાં આવ્યુ છે.અને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વરસાદ થયેથી અંદાજિત ૬ લાખથી વધુ રોપાનુ વિતરણ કરવામાં આવશે

આ સાથે વનવિભાગ લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે કિશાન શિબિરનું આયોજન કરે છે જેમાં જિલ્લામાં આ વર્ષે પાંચ શિબિર કરવામાં આવી છે તેમજ વર્ષ દરમિયાન કુલ અંદાજીત ૨૨ શિબિરના માધ્યમથી પર્યાવરણલક્ષી માહિતી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ થકી જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પને સાર્થક કરતી આ વન વિભાગની નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ સ્કૂલો અને કોલેજોમાં રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment