રાજ્ય સરકારની પ્લગ નર્સરી માટે આપવામાં આવતી સહાયથી વાંસદા તાલુકાના પીપલખેડના ઉદ્યમી ખેડૂત પ્રવિણભાઇ પઢેરે કૃષિ ઉધોગમાં મેળવી સફળતા

હિન્દ ન્યુઝ, નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ખેડૂત” ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત ભારતનું નેતૃત્વ લેવા કૃતનિશ્ચિય છે. રાજ્યના ધરતીપુત્રો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજી અપનાવીને ગુજરાતના ખેડૂતો પોતાની આવક બમણી કરી રહયા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામના આદિજાતિ ઉદ્યમી ખેડૂત પ્રવિણભાઇ પઢેર ખેતીમાં સરકારના બાગાયત ખેતીમાંથી મળતી સહાયનો ઉપયોગ કરી ગ્રીન હાઉસ અને ટપક સિંચાઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આંબા ઉપરાંત અન્ય ફૂલછોડની કલમો ઉછેરી વાર્ષિક…

Read More

વલસાડની સરકારી ઈજનેરિંગ ડિગ્રી કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ વિદ્યાર્થીઓના મોબાઈલમાં અભયમ અને સખી સંકટ એપ પણ ડાઉનલોડ કરાવાઈ વલસાડની સરકારી ઇજનેરિંગ ડિગ્રી કોલેજ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ૧૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અધિકારીઓ દ્વારા અભયમ અને સખી સંકટ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્વેતા દેસાઇએ મહિલા લક્ષી યોજનાની વિગતવાર માહિતી આપી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દિવ્યાબેન.ડી.રાઠોડે જિલ્લામાં કાર્યરત SHE TEAM વિશે વિગતવાર માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેએ ઘરેલું…

Read More

વલસાડના તીથલમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસનો ટાઈમ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ         108, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 181 અભયમ, 1962 કરુણા અને 10 MVD સેવાના કર્મીઓને સમયનું મહત્વ સમજાવાયું વલસાડમાં તિથલ બીચ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસના તમામ કર્મચારીઓને ટાઈમ મેનેજમેન્ટ વિષય અંગે માહિતી આપવામાં આવી હતી. સેમિનારના મુખ્ય વક્તા અને ટ્રેનર ડૉ. અંકુર શ્રીમાલી દ્વારા તમામ કર્મચારી મિત્રોને જીવનમાં સમયનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું અને વિશેષ કરીને જ્યારે એક એક ક્ષણ ખુબ જ મૂલ્યવાન હોય છે ત્યારે તેનો…

Read More

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધરમપુર               વિદ્યાર્થીનીઓને સર્કિટ, રોબોટિક્સ અને ચમત્કાર પાછળના વિજ્ઞાન વિશે વિસ્તૃત જાણકારી અપાઈ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યુ કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 થી 11 ફેબ્રુઆરીને પ્રતિ વર્ષ ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી મહિલાઓ અને કન્યાઓ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી…

Read More

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય લિવેબલ ભરૂચનો નવો ઉપક્રમ

હિન્દ ન્યુઝ, ભરૂચ           ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય વિલેબલ ભરૂચના આયામ હેઠળ ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને માતરિયા તળાવ ખાતે હોમ કમ્પોસ્ટિંગ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલે ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ શહેર માટે My livable Bharuch નવો આયામ છે. જેના પ્રથમ ફેઝમાં સ્વચ્છતતા બાબતે આપણા શહેરને નવી ઉંચાઈ પર લઈ જવું છે. તેના જ અનુસંધાને ભરૂચ શહેરના આઈડેન્ટીફાઈ કરેલા રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે,…

Read More

ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ધરમપુર તા.૧૨ થી ૧૮ ફેબ્રુ. દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પ પણ યોજાશે ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી. શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને…

Read More

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા.…

Read More

बिहार सुधारात्मक प्रशासनिक संस्थान हाजीपुर में आयोजित सेमिनार को मानसिक स्वास्थ्य ट्रैकिंग सिस्टम विकसित किया गया है — अवर मुख्य सचिव

हिन्द न्यूज, बिहार काराओं में बंदियों के लिए मानसिक स्वास्थ्य की प्रसांगिकता बहुत ही महत्वपूर्ण है। बंदियों के काराओ में प्रवेश के साथ ही बंदियों का मानसिक स्वास्थ्य जांच के लिए मानसिक स्वास्थ्य ट्रैकिंग सिस्टम विकसित किया गया है। जिससे मानसिक रोग से ग्रस्ति रोगियों का ससमय पता लगाकर उपचार किया जा सके। इस कार्य के लिए राज्य की चार काराओं यथार्थ – आदर्श केन्द्रीय कारा बेऊर पटना, शहिद खुदीराम बोस केन्द्रीय कारा मुजफ्फरपुर, जुब्बा साहनी केन्द्रीय कारा भागलपुर, केन्द्रीय कारा , गया में मानसिक रोग से ग्रस्ति बंदियों के…

Read More

એસ.પી.એમ.હાઇસ્કુલ માંગરોળ ખાતે વાલી સંમેલન યોજાયુ

હિન્દ ન્યુઝ, માંગરોળ એસ.પી.એમ.હાઇસ્કુલ, માંગરોળ માં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન સાજીદ શેખ રઇસ સૈયદ, સલીમ વલી, શાળાના સુપરવાઈઝર ફિરદોસ પઠાણ તથા શાળાના આચાર્ય સઈદ અહમદ લીલગર દ્વારા આપવામાં આવ્યું. આ સંમેલન અંતર્ગત એસ.એસ.સી તથા એચ.એસ.સી પરીક્ષામાં વિદ્યાર્થી કઈ રીતે વધુમાં વધુ ગુણ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે પ્રેરક પ્રવચન આપી વાલીઓ સાથે ચિંતન મનન કરવામાં આવ્યું. વાલીઓનો પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓનું પરિણામ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં…

Read More

જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરી જે.એ.સોયા એક યાદીમાં જણાવે છે કે આજરોજ તા.૧૧.૦૨.૨૦૨૩ ની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવેલ અને સ્પેશિયલ સીટીગમાં કુલ ૧,૪૭,૯૯૫/- નો દંડ વસૂલવામાં આવેલ તેમજ પ્રિલિગેશનમાં ૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ અને રૂ ૨,૪૧,૬૨૦/- નો સમાધાન કરવામાં આવેલ, જેમાં બેંક અને પીજીવીસીએલનાં કેસો નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સુખાકારી નિકાલ કરવામાં આવેલ, આ તબક્કે જસદણ તાલુકા સેવા સમિતિના ચેરમેન પી.એન.નવીન તેમજ વી.એ. ઠક્કર તેમજ રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તમામ વકીલઓ તેમજ…

Read More