ગીર સોમનાથ નાં ઉનાના પાતાપુરમાં યોજાઈ પશુપાલન શિબિર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉના તાલુકાના પાતાપુર મુકામે પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ સંચાલિત પશુ દવાખાના ઉના તથા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાભરના પશુપાલનો જોડાયા હતાં અને પશુધન-પશુપાલન તેમજ ખેતી વિશે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે ઉના તાલુકાના ૩૦૦ જેટલા પશુપાલક ભાઈઓ-બહેનોએ પશુપાલન વિશે જુદા જુદા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માહિતી મેળવી હતી. આ તકે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ઉપરાંત મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉનાના…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૫-૦૨-૨૦૨૩ થી તા.૧૭-૦૨-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૭-૦૨-૨૦૨૩ થી તા.૧૯-૦૨-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

ભાવનગર તાલુકા મા તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ શામ પરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી.  એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે.…

Read More

ધોરડોના સફેદ રણમાં જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ બન્યા યોગમય

હિન્દ ન્યુઝ, ભુજ જી-૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ યોગ સેશનમાં જી – ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. સૂર્યોદય સાથે યોગ સેશનની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રતિનિધિઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય બન્યા હતા.  ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવ બાદ યુ.એન. દ્વારા ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો…

Read More