ભુજ ખાતે મડવર્કના કારીગરોની મુલાકાત લઈને પ્રોત્સાહન આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

હિન્દ ન્યુઝ, ભુજ સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ આજે બીજા દિવસે ભુજના મડવર્કના કારીગરોની મુલાકાત લઈને તેમને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.‌ મડવર્ક પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થાય છે તેની કામગીરીને રાજ્યમંત્રીએ ઝીણવટપૂર્વક નિહાળીને તેઓએ કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. તેઓએ કારીગરો સાથે મુક્ત મને મડવર્ક વિશે ચર્ચા કરીને જરૂરી વિગતો મેળવી હતી. વોકલ ફોર લોકલના ધ્યેય સાથે આ મડવર્ક આર્ટને પ્રસિદ્ધિ મળે તે દિશામાં કામગીરી કરવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું. આ પ્રસંગે કુંભાર ઝુબેર,…

Read More

અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન

હિન્દ ન્યુઝ, ગોમતીપુર           અમદાવાદ ગોમતીપુર ખાતે આવેલ માતૃત્વ વિધાલય માં વિજ્ઞાન મેળાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ધો.૧ થી ૮ નાં ૮૦ થી ૯૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. આ વિજ્ઞાન મેળામાં વિષય શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન વિષય અનુલક્ષી વિવિધ પ્રકારના પરિયોજના (પ્રોજેક્ટ) તૈયાર કરવામાં આવ્યા.              વિજ્ઞાન મેળામાં બનાવેલ અને પ્રસ્તુત કરેલ પરિયોજના (પ્રોજેક્ટ) માં કચરાપેટી, સૌર પરિવાર, ઘરના પ્રકાર, મોરબી નુ પૂલ, જંગલનાં પ્રાણીઓ, ઘડિયા 1 થી 5, કુલર, સિક્કા બેંક, સિમેન્ટના જંગલ, વોટર ડિસ્પેન્સર, જળ ચક્ર, O૨ ચક્ર, ઓઝોન ચક્ર,…

Read More

ગીર સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયો ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર પરિસર પાસે ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’નું ભવ્ય આયોજન છે. આ ઉત્સવમાં ૨૨૫થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ પહેલા દિવસે કલાકારોએ પોતાની વિવિધ ભાતીગળ નૃત્યકલાથી ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઉદ્ઘાટન સમારોહની તકે જિલ્લા કલેકટર…

Read More

“રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે….” રેતશિલ્પ કલાકારોના કાંડાનું કૌવત નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થયાં પ્રવાસીઓ

રેતશિલ્પ મહોત્સવ- ૨૦૨૩ હિન્દ ન્યુઝ, સોમનાથ રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે…. કવિશ્રી બાલમુકુંદ દવેએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતી આ કવિતામાં રેતીને રૂપાના રંગની ઉપમા આપી છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજીત રેતશિલ્પ-2023 મહોત્સવમાં આવી જ રૂપેરી રેતીને લઈ કલાકારોએ મહાશિવરાત્રિ નિમિત્તે શિવના સાન્નિધ્યમાં ઘૂઘવતા દરિયાકિનારે પોતાના કાંડાનું કૌવત દાખવી શિવનું સૌમ્ય સ્વરૂપ, જટાધારી રૂપ, સોમનાથ મંદિર, જી-૨૦ સમિટ વગેરે કૃતિઓ કંડારી હતી. રેતી વડે કંડારાયેલી આ તમામ કૃતિઓ નિહાળી મુલાકાતીઓ આશ્ચર્યમાં ગરકાવ થયા હતાં. પોરબંદરના રેતશિલ્પ કલાકાર હરિશભાઈ લાખાણીએ સરકારનો આભાર માનતાં…

Read More

રાજયની જિલ્લા પંચાયતના પ્રમુખ-પદાધિકારીઓનો એક દિવસીય પરિસંવાદ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઇ વાજા સાથે ”અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ વિષય વસ્તુ સાથે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, સંકલ્પો અને છેવાડાના માણસો સુધી પંચાયતીરાજ મારફતે આપણે મહત્તમ ઉપયોગી કેવી રીતે થઇ શકીયે ?” તે સંદર્ભે વિચાર-પરામર્શ કરેલ. પંચાયતીરાજ મંત્રી બચુભાઇ ખાબડ મારફતે સરકારની પંચાયત અને ગ્રામ વિકાસની સિધ્ધિની હારમાળાનું વર્ણન કરી પ્રમુખશ્રીના પ્રશ્નો માટે સરકારનો હકારાત્મક અભિગમ છે તેવું જણાવેલ. અધિક અગ્ર સચિવ મનોજ દાસ દ્વારા પંચાયત વિભાગ અને પ્રમુખના પ્રશ્નો અને વિકાસના કામને ઝડપથી ગતિ મળે…

Read More

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ધોરડો ખાતે પરંપરાગત સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે પધાર્યા છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પધાર્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ. સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આ વેળાએ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ.ના એમ.ડી. આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક…

Read More

માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની…

Read More

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ    મુકેશભાઈ અને આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારીશ્રી દ્વારા તેઓનું ચંદન…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે વિશેષ શ્રુંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં બિલ્વપત્ર, રૂદ્રાક્ષ, ભસ્મ, વિવિધ પુષ્પો, વિવિધ વસ્ત્રોનો મનમોહક વિશેષ શ્રુંગાર કરવામાં આવેલ. જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિ પર્વે ભક્તો દ્વારા 2455-રુદ્રાભિષેક, 46 -ધ્વજાપૂજા સાંજના ૦૬ વાગ્યા સુધીમાં 53 જેટલી સોમેશ્વર મહાપૂજા કરવામાં આવેલ. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધીમાં અંદાજીત 75 હજાર જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધેલ.

Read More

કચ્છના વિશ્વવિખ્યાત રમણીય સફેદ રણમાં કેમલ સફારી માણીને સૂર્યાસ્ત નિહાળતા માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છની મુલાકાત દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી. કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓએ ધોરડો ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત રણોત્સવ…

Read More