રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન “શ્રી રામ ડેરી ફાર્મ”, સોમનાથ સોસાયટી-૩, શેરી નં.૧, રાજકોટ ખાતે તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મીઠાઇ તથા વાસી મલાઈનો કુલ મળી- ૨૦ કિ.ગ્રા. જથ્થો મળી આવતા તે માનવ આહાર માટે અયોગ્ય હોય સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીમાં હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.           ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન…

Read More

શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા ખાતેના વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

હિન્દ ન્યુઝ, ભાવનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શિલ્પકાર તરીકે તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા દ્વારા…

Read More

ભાવનગર ની જાહેર જનતાને અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ન ફસાવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રનું મહત્વપૂર્ણ આહવાન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી. નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ…

Read More

સોમનાથ આવનારા યાત્રીઓની સેવામાં વધુ બે અત્યાધુનિક ઇલેક્ટ્રીક ગોલ્ફકાર્ટનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિલિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુ આવે છે. દિવ્યાંગ,અને અશક્ત શ્રદ્ધાળુઓ સિનિયર સિટીઝનને પરિસરના પ્રવેશદ્વાર થી સોમનાથ મંદિર સુધી લાવવા અને પરત લઈ જવા માટે ઇલેક્ટ્રોનિક ગોલ્ફ કાર્ટ સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ અત્યારસુધીમાં અનેક શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટની આ માનવતા સભર સુવિધા થી પ્રભાવિત થઈને સીટી યુનિયન બેંક દ્વારા બે અધ્યાધુનિક વિદ્યુત ઉર્જા સંચાલિત ગોલ્ફકાર્ટ સોમનાથ ટ્રસ્ટ ને અર્પણ કરવામાં આવી હતી. આતકે ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 2 ગોલ્ફકાર્ટનું મંદિર પરિસરમાં ઉદ્ઘાટન…

Read More

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથના સમુદ્ર કિનારે થશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

હિન્દ ન્યુઝ, સોમનાથ મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો મહાદેવની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો સોમનાથના ચરણોમાં રત્નાકર સમુદ્રના તટ ઉપર પાર્થિવ લિંગ ની પૂજા કરી શકે તેવો ઉત્તમ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા…

Read More

પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ રાજ્ય સરકારના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગોના મંત્રી મુળુભાઈ બેરા આજરોજ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. સોમનાથ મહાદેવની પૂજા માટે તેઓ દ્વારા પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રી દ્વારા મંત્રીનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી રસીલાબેન વાઢેર સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કર્યા હતા. સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ મંદિરના પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Read More