ભૂલી પડેલી પારડીની માનસિક અસ્થિર યુવતીનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું

હિન્દ ન્યુઝ, વલસાડ યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્યા તે ગામોમાં ૧૮૧એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી વલસાડ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરતપણે કાર્યરત 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી પારડી તાલુકાની માનસિક અસ્થિર યુવતીને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવ્યું હતું કે, તેમના ગામમાં એક અજાણી અને માનસિક રીતે બીમાર ભૂલી પડી ગયેલી યુવતી છે. જેથી 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ગભરાઈ…

Read More

વાંસદા તાલુકાના સતીમાળ ગામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી જાગૃતતા શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, નવસારી          આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસની ઉજવણી, હલકા ધાન્ય પાકો વર્ષ-૨૦૨૩ ની ઉજવણી અને પ્રાકૃતિક ખેતીની જાગૃતતા શિબિર વાંસદા તાલુકાના સતીમાળ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પહેલા થતા હલકા ધાન્ય પાકોનું મહત્વ, પોષણ, મુલ્ય અને આ પાકોમાં નહિવત માત્રામાં રસાયણનો ઉપયોગ થતો હોવાથી ખૂબ જ સરળતાથી પ્રાકૃતિક ખેતીમાં સમાવેશ કરી જીવામૃત અને દર્શપર્ણીના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આગ્રહ કર્યો હતો. શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે જણાવ્યું હતું કે, કઠોળ પાકોના વિસ્તાર અને…

Read More

ખેડૂતો અને ખેતીના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ : નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, નર્મદા             તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ખાતે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી અને તિલકવાડાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારી વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી “ખેડૂતમિત્ર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષીને તિલકવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલે સંવાદમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ખેડૂતો અને ખેતીના…

Read More

સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા ટ્રાન્સપોર્ટેશન યોજનાના સ્કૂલ વાહનચાલકોની તાલિમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           મણીબહેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એચ.કે.વાજાના અધ્યક્ષસ્થાને સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા વાહન ચાલક મિત્રોની તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલિમના મુખ્ય અતિથી આરટીઓ ઓફિસર યુવરાજસિંહ વાઘેલા રહ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લાની ૧૨૫ શાળાઓમાં શરૂ ટ્રાન્સપોર્ટેશન યોજનાનો ૬૬૧૯ બાળકો લાભ લઈ રહ્યાં છે. આરટીઓ ઓફિસરએ તાલિમ દરમિયાન સ્કૂલ વાહન ચાલકોને બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, ટ્રાફિક નિયમોના પાલન, વાહન ચાલકોના વાણી-વર્તન, વગેરે બાબતો વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. આ તકે વેરાવળ બીઆરસી સંદિપભાઈ દ્વારા તમામનું શબ્દોથી સ્વાગત કરવામાં…

Read More

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીરગઢડા-પ્રાંચી ખાતે સિંચાઈ કામોની કરી સમીક્ષા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન ગીરગઢડા અને પ્રાંચી ખાતે વિવિધ સિંચાઈ કાર્યોની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગીર ગઢડા ખાતે મચ્છુંદ્રી સિંચાઈ યોજનાની ડેમ સાઇટ પર મુલાકાત લીધી હતી. આ ક્ષણે ઉપસ્થિત ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ પીછવી નાની સિંચાઈ યોજના તેમજ પ્રાંચી ખાતે પાણી પુરવઠા જૂથ યોજના-૧ અને ૨ની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ કેનાલ લાઇનના કામ, માઈનોર કેનાલ અને સબ માઈનોર કેનાલમાંનવીનીકરણ, માળખાગત કામગીરી ગીરગઢડા…

Read More

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં બે ધનવંતરી રથ ફાળવાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ ”નું શુભારંભ ભાવનગર જીલ્લામાં તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૦:૧૫ કલાકે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે તેમ પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Read More

ઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           યુવક મંડળ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ઉમરેઠી ગામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ લગ્ન પ્રમાણપત્રો તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણ અપર્ણ કરવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રની સ્થળ પર જ પ્રમાણપત્ર વિતરણ કરવાની પ્રશંસનિય કામગીરી ગ્રામ્યજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી વખાણી હતી. આ લગ્નોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, વિસ્તરણ અધિકારી પંચાયત ચિરાગભાઈ પુરોહિત તથા ટી.એલ.ઈ. સરમણભાઈ રામએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત આ લગ્નોત્સવમાં તલાટી કમ મંત્રી  મનીષાબેન પી. રામએ પોતાના…

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાનું સમાપન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા ભારતીય ભાષા સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાના તૃતીય તથા અંતિમ દિવસે ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. જેમાં પ્રશિક્ષણાર્થીઓએ બેંકિંગ-યંત્રો, તેમજ આધુનિક રમતોના શબ્દ નિર્માણ વિશે પ્રશિક્ષણાર્થીઓએ જ્ઞાન મેળવ્યું હતું. પ્રથમ સત્રના વ્યાખ્યાતા આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ બેંક સંબંધિત શબ્દો જેવા કે લોન, ઇન્વેસ્ટ, ચેક, ફંડ વગેરે શબ્દોનું નિર્માણ સંસ્કૃત માં પાણિનિના સુત્રો દ્વારા સિદ્ધ કેવી રીતે થઈ શકે તેના વિશે માહિતી આપી. બીજા સત્રના વ્યાખ્યાતા સત્યપ્રકાશ દુબેએ આધુનિક યંત્રોનું શબ્દ નિર્માણ અને તેનો શબ્દકોશ રજૂ કર્યો.…

Read More

વિંછીયા તાલુકાના હાથસણી ગામના જવાન આર્મીમાંથી નિવૃત થતા “વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી ” અને ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ મનુભાઈ લાખાભાઇ પરાલીયા આર્મીમાં નિવૃત થઈ માદરે વતન પાંચાળની પાવન ધરામાં પધારતા મનુભાઈને ફુલડે વધાવવા વિંછીયા ગામે સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વિંછીયાથી પ્રારંભ થઈ સ્વાગત રેલીમાં લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ઍક કિલોમીટર લાંબી રેલીમાં ડીજેના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા અને દેશ ભક્તિના નારા સાથે વાતાવરણ સાથે ગુંજી ઉઠ્યું હતું અમરાપુર શેક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જવાનનું જાજરમાન સ્વાગત કર્યું હતું. બાદ અમરાપુર ગામલોકોએ ભવ્ય સ્વાગત કરી ફુલડે વધાવ્યા હતા બાદ પાંચાળની પાવન ધરાની પ્રખ્યાત જગ્યા સતરંગ ધામમાં રામદેવજી…

Read More

ઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે તારીખ ૯/૨/૨૦૨૩ ના રોજ કૉલેજના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના નિવૃત્ત અધિક્ષક જીતેન્દ્ર વી. શાહ દ્વારા અભિલેખાગાર અને ઇતિહાસ વિષય વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ઇતિહાસ ઉપરાંત રાષ્ટ્રીય અભિલેખાગાર, સાંસ્કૃતિક વારસામાં અને સંશોધન ક્ષેત્રે દફ્તરોની ઉપયોગીતા, સંશોધન માધ્યમો બાબતે વિસ્તારપૂર્વક સમજૂતી આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના જુના દેશી રાજ્યોના 150 વર્ષ કરતાં પણ જુના ઐતિહાસિક દસ્તાવેજો વિદ્યાર્થીઓને દર્શાવ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના…

Read More