ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામ નાં વોર્ડ નંબર બેમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે

પ્રભાસ પાટણ,

પ્રભાસ પાટણ ખાતે ગુલાબ નગર વોર્ડ નંબર બેમાં એટલી ગંદકી કે ત્યાંના રહીશો નેં રહેવાનું મુશ્કેલ બની ગયું છે, આ વોર્ડ નંબર બેમાં કોઈ નગરપાલિકા નાં કાઉન્સિલરો ધ્યાન આપતાં નથી ભાજપ સત્તા પક્ષના  પણ કાઉન્સિલરો ધ્યાન આપતાં નથી અને વિ પક્ષના કાઉન્સિલરો પણ ધ્યાન આપવા તૈયાર નથી આ વોર્ડ ના ચુંટાયેલા સભ્યો કોઈ જવાબ આપતા નથી આ વોર્ડ ના લોકો એ વારમ વાર નગરપાલિકાઓના અધિકારી ને લેખીતમાં અને મોખીતમા રજુઆત કરેલ તેમ છતાં કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છુટકે આ વોર્ડ નંબર બેનાં રહેવાસીઓને ચીફ ઓફિસર ને અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં પ્રમુખને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે, તે પહેલાં આ વોર્ડ નંબર બે ની સફાઈ થઈ જાય તો આ બે નંબર વોર્ડના લોકો ચીફ ઓફિસર નો અને પ્રમુખનો આભાર માનશે તેવું લોકો માં ચર્ચાય રહ્યું છે.

રિપોર્ટર : હારૂન કાલાવત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment