વેરાવળ
તા.૨૯, પ્રભાસ પાટણ માં રહેતી એક મહિલા ને માતા પિતા ને મારી નાખવાની ધમકી આપી બરજબરી પુર્વક લગ્ન કરી બલાત્કાર ગુજાર્યો ની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન મા થતા પોલીસ સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધીવધુ તપાસ હાથ ધરાઇ છે. પ્રભાસ પાટણ પોલીસ માથી જાણવા મરતી વિગત અનુસાર પ્રભાસ પાટણ માં રહેતી ૧૯ વર્ષીય યુવતીને તા.૨૧ જુન ના બપોરના ૩ વાગ્યે ના આસપાસ આરોપી અયુબ નુરભાઈ ભાદરકા એ યુવતી ને લગ્ન કરવા બાબતે પોતાના મા બાપ ને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતી ને આરોપી અયુબ નુર ભાદરકા, રફિક નુર ભાદરકા, આબીદ નુર ભાદરકા, મયુદીન યુનુસ ભાદરકા, વેરાવળ માં રહેતો ઇમરાન મૌલાના સુફયાન ઇસ્માઇલ સાજીદ ડ્રાઈવર સહિત ના લોકો એ અપહરણ કરી લઈ ગઇ અને બાઇપાસ ડોસીના આંબા વિસ્તારમાં આરોપી અયુબ નુર ભાદરકા એ યુવતી સાથે બરજબરીથી લગ્ન કરી અને મરજી વિરુદ્ધ બલાત્કાર કરેલ જેથી યુવતી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી ની ફરિયાદ નોંધી હાલમાં તમામ સાત આરોપી ની ધરપકડ કરી અને મેડિકલ તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : હારૂન કાલાવત, પ્રભાસ પાટણ