રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા રાજ્યના કેબિનેટ મંત્રી  અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં તા.૧૭-૧૦-૨૦૨૨ના રોજ “આયુષ્યમાન ભારત” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માનનીય મંત્રી  અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં તા.૧૭-૧૦-૨૦૨૨ને સોમવારનાં રોજ બપોરે ૩:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આયુષ્યમાન કાર્ડ (PMJAY-MA) વિતરણ કાર્યક્રમ યોજાનાર છે, આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે.    આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ…

Read More

સાંતલપુર ના પીપરાળા નજીક પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર પોલીસની ગાડી અને ડંફર ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત કચ્છ તરફ થી ડીસા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઇ રહેલા પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત અકસ્માતમાં એક પીસઆઈ નું મોત એક ઇજાગ્રસ્ત કે.એફ .વસાવા પીએસઆઇ નું અકસ્માતમાં મોત પોલીસની ગાડીમાં ચાર પીએસઆઇ અન્ય એક મળી કુલ પાંચ લોકો હતા સવાર અકસ્માત ની ઘટનામાં એકનું મોત એક ઇજાગ્રસ્ત તો ત્રણ નો આબાદ થયો બચાવ.   રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ જગશીભાઈ છેડાનો સ્મૃતિવિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ પૂર્વ રાજ્યમંત્રી જૈન સમાજ રત્ન અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાના સ્મૃતિ વિશેષ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે હાજરી આપીને પરિવારને તામ્રપત્ર- સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ સ્મૃતિ વિશેષ કાર્યક્રમ કવીઓ જૈન મહાજન ભુજ ખાતે યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે તારાચંદભાઈના સંસ્મરણોને યાદ કરીને કહ્યું હતું કે, તારાચંદભાઈ એવું વ્યક્તિત્વ છે જેમણે રાજકીય ક્ષેત્રને પણ સેવાનું ક્ષેત્ર બનાવ્યું હતું. મને મારા જીવનમાં સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે તારાચંદભાઈના જીવનમાંથી પ્રેરણા મળી છે. તેઓ લોકોનું દુઃખ જોઈને દ્રવિત થઈ જતા એવા લાગણીશીલ વ્યક્તિ હતા. જનકલ્યાણનું કામ હોય, જરૂરિયાતમંદનું કામ હોય કે…

Read More

દિવાળી તહેવાર અન્વયે ભુજ શહેરની અંદરના વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભુજ         આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ, વિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઈ વાહનો આડેધડ પાર્ક થતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વણસી જાય છે. આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૧૦/૨૦૨૨ વાળી દરખાસ્ત અન્વયે મિતેશ પંડયા, અધિક જિલ્લા મજિસ્ટ્રેટ, કચ્છ ભુજ દ્રારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું ફ૨માવવામા આવ્યું છે.        …

Read More

સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નના ભારતનું નિર્માણ સૌ સાથે મળીને કરીએ : કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત

હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આઝાદી અપાવવા માટે જેમણે બલિદાન આપ્યું, દેશ માટે પૂર્ણ સમર્પણની ભાવના સાથે જેઓ સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયાં છે તે તમામ સ્વાતંત્ર સેનાનીઓનું પૂણ્યસ્મરણ કરીને તેમના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ તેમ પાલીતાણા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો,જુનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી આવનાર ૨૫ વર્ષમાં આ અમૃતકાળમાં સૌ સાથે મળી સમૃદ્ધ ,સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવાં…

Read More

વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના ઉપલક્ષ્યમાં ભાવનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મતદાતા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર આજનો દિવસ ભારતમાં ’વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. એક સારો વિદ્યાર્થી જ દેશનું ભવિષ્ય બનાવી અને સજાવી શકે છે. તે કેવી રીતે દેશને આગળ લઇ જાય છે તેના આધારે જે- તે દેશની ઓળખ બનતી હોય છે. ત્યારે એક સશક્ત અને સારા સમાજના નિર્માણ માટે વિદ્યાર્થી જાગૃત હોય તે આવશ્યક છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં લોકો સક્રિયતાથી સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત તેમજ આજે ’વિશ્વ વિદ્યાર્થી દિવસ’ છે…

Read More

રૂ. ૧ કરોડના ખર્ચે પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્વાર કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભુજ  નખત્રાણા તાલુકાના મંજલ ખાતે આવેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકોની લાગણી અને ભાવના હતી કે આ સદીઓ જૂના શિવાલયનો  જીર્ણોદ્વાર કરવામાં આવે ત્યારે આ લાગણી અને માંગણીને ધ્યાને રાખી સરકાર દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવી રહ્યો છે તેનાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના ખૂણે ખૂણામાં યાત્રાધામોનો  વિકાસ થઈ રહ્યો છે ત્યારે પુંઅરેશ્વર મહાદેવ મંદિરને પણ…

Read More

સરકારે રોજગારીના ઉપાર્જન માટે ૯.૫૦ લાખની લોન આપીને મારી અને ત્રણ દીકરીના ભવિષ્યની ચિંતા દૂર કરી દીધી – વનુબેન ભારાભાઇ રબારી ભુજ- લાભાર્થી

 હિન્દ ન્યુઝ, ભુજ         પતિનું વર્ષો પહેલા નિધન થઇ ગયું હોવાથી પાંચ દીકરીની ચિંતા મને કોરી ખાતી હતી. ઘર કામ કરીને મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. મારી પાસે રોજગારીનું કોઇ સાધન ન હોવાથી કઇ રીતે આર્થિક ઉપાર્જન કરવું તે પ્રશ્ન હતો. મારી પાસે મૂડી પણ ન હોવાથી કઇ રીતે દીકરીનું ભવિષ્ય બનાવવું તે ચિંતા હતી. પરંતુ ગુજરાત સરકારે રૂ.૯.૫૦ લાખની લોન સહાય આપતા હવે હું અને મારી દીકરીઓ અમારી ભરત-ગુંથણની હસ્તકલાનો ઉપયોગ કરીને અમારો પોતાનો બિઝનેસ શરૂ કરીશું તેવું ભુજના વનુબેન ભારાભાઇ રબારીએ જણાવ્યું હતું.    …

Read More

રાધનપુર નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના નાની પીપળી ગામ ખાતે નવીન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ કર્યું.ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ગ્રાન્ટ માંથી નાની પીપળી ગામ થી નેશનલ હાઇવે નંબર 27 સુધી નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કર્યું , જેમાં આ પ્રસંગે ખાતમુહૂર્ત પ્રસંગએ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો સરપંચ અને મનુભાઈ રાવલ અને અમરતભાઈ દેસાઈ અને રમેશભાઈ રબારી અને ગુલાબદાન ગઢવી અને મોમજીભાઇ ઠાકોર અને માજી સરપંચ નરસંગજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ની ઉપસ્થિતિ માં નવીન રોડ નુ ધારાસભ્ય રઘુભાઈ…

Read More

’સ્કોચ એવોર્ડ શું છે ?’

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષઃ ૨૦૦૩ માં સ્થપાયેલ, SKOCH એવોર્ડ એવાં લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને આપવામાં આવે છે કે જેઓ ભારતને વધુ સારું રાષ્ટ્ર બનાવવા માટે તેમના પ્રયત્નોથી ઉપર લઇ જાય છે. SKOCH એવોર્ડ વિજેતાઓમાં શક્તિશાળી અને સામાન્ય બંનેનો સમાવેશ થાય છે. તેઓને સમાજમાં યોગદાન આપવામાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે આ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. વર્ષોથી સ્કોચ એવોર્ડનો ’રોલ ઓફ ઓનર’ તેનો પુરાવો છે. આ પુરસ્કારો સ્કોચ એવોર્ડને સ્વતંત્ર સંસ્થા દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે મૂલ્ય આપે છે. SKOCH એવોર્ડ ડિજિટલ, નાણાકીય અને સામાજિક સમાવેશમાં શ્રેષ્ઠ પ્રયાસોને આવરી…

Read More