હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે દેશના અનેક લાભાર્થીઓના સપનાઓ પણ કેન્દ્ર સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી પુરા થઈ રહ્યાં છે. લોક કલ્યાણની અનેક યોજનાઓ ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરીવારોને સહાયરૂપ બનતી હોય છે. આ યોજનાઓ પૈકીની એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે…આ એક એવી યોજના કે, જેના દ્વારા નાના માણસોના પોતાના ઘરના ઘરનું સ્વપ્ન હકિકતમા ફેરવી દે છે. જીવનમાં દરેક માણસને પોતાનું ઘર બનાવવું એ એક સ્વપ્ન હોય છે. જે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સાકાર થઇ રહ્યું છે. એક કહેવત છે કે, મિત્ર એવો…
Read MoreDay: June 11, 2022
રાધનપુર રાજગઢી વિસ્તાર માં ગટર ઉભરાવવાનું યથાવત, વાહન ચાલકો દુકાનદારો પરેશાન
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર વિસ્તાર માં ઘણા સમય થી લઇ ને ગટર ના પ્રશ્નો યથાવત છે ગટરો બ્લોક રાધનપુર ની નાની શેરીઓ માં ગંદકી નું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી જાતે ગટર સાફ કરવા લોકો મજબૂર થયા, લાગી રહ્યું છે કે સફાઈકામદારો ગેરહાજર છે!! નગર પાલિકા રાધનપુર પોલમ પોલ રાધનપુરમાં દરેક નાની શેરીઓ માં ગટરો ઉભરાવવા ના પ્રશ્નો યથાવત જ જોવા મળી રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે છતાં નગરમા સફાઈ કામદારો ગેરહાજર, રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઇ રહી એવા આવ્યા દૃશ્યો સામે આવી રહ્યા…
Read Moreબરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી તા.૦૨/૦૫/૨૦૨૨ થી શરૂ થયેલ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૨૨ છે.જરૂર પડ્યે કચેરી ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન પ્રવેશ મેળવનાર રૂબરૂ સંપર્ક કરી શકશે. વધુ માહિતી માટે ઉક્ત સંસ્થાનો એડમિશન હેલ્પલાઇન નં- ૮૫૧૧૨૧૬૭૧૧ અને ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreકુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં “સંકટ મોચન યોજના” અંતર્ગત રૂા.૨૦ હજારની સહાય મળશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાષ્ટ્રીય કુંટુંબ યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખાનો ૦ થી ૨૦ નો BPL નો સ્કોર ધરાવતી કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના નજીકના સગા કુંટુંબીજનોને રૂા.૨૦,૦૦૦/- ની એકવારની સહાય મળવાપાત્ર થાય છે. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. સહાય મેળવવા કમાઉ વ્યક્તિના અવસાન થયાના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે. મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યું થતાં કુંટુંબને એક વખત સહાય ડી.બી.ટી મારફત અરજદારના બેન્ક એંકાઉન્ટમાં જમા કરાવવામાં…
Read Moreબોટાદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૦ જુન સુધીમાં પ્રેવેશફોર્મ ભરી દેવાનું રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમ (ફિટર, ઇલેક્ટ્રીશીયન, મિકેનિક ડિઝલ એન્જિન, કોપા, વેલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વેલ્ડર કમ ફેબ્રીકેશન) માટે પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૨ માટે પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૨૨ છે જેની સંબંધિત પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ નોંધ લેવા તેમજ ઉક્ત સંસ્થા ખાતે ટૂંકાગાળાનો કોર્ષ “સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટેકનિશીયન” કાર્યરત છે જેની વિગતો માટે સંસ્થાનો રૂરરૂ સંપર્ક કરવાનો રહેશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય, બોટાદ, (ઢાંકણીયા રોડ, ફૂલવાડી, મો.૯૪૮૪૯૯૭૫૪૪) ની એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreરાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના રાણપુર તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી હાલ શરૂ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે મો.નં-૯૨૬૫૯૧૮૫૫૦, ૭૬૯૮૩૫૬૧૧૭ અને ૯૭૧૪૯૪૯૨૧૯ ઉપર સંપર્ક સાધવા રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreઓખા શહેર યુવા મોરચા દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે નવી પેહલ
હિન્દ ન્યુઝ, પ્રદેશ યુવા મોરચા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની સૂચના અનુસાર ઓખા શહેર યુવા મોરચા દ્વારા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના ૮ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે તેને અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે સરકાર ની યોજનના પ્લે કાર્ડ દ્વારા જનતા સુધી જાણકારી પોહચે તેમનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આનંદભાઈ હરખાણી,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, ઓખા નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ રવિભાઈ પરમાર, સુભાષભાઈ થોભાણી, ઓખા શહેર યુવા…
Read More