હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદના રાણપુર તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી હાલ શરૂ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે મો.નં-૯૨૬૫૯૧૮૫૫૦, ૭૬૯૮૩૫૬૧૧૭ અને ૯૭૧૪૯૪૯૨૧૯ ઉપર સંપર્ક સાધવા રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ