હિન્દ ન્યુઝ,
પ્રદેશ યુવા મોરચા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની સૂચના અનુસાર ઓખા શહેર યુવા મોરચા દ્વારા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના ૮ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે તેને અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે સરકાર ની યોજનના પ્લે કાર્ડ દ્વારા જનતા સુધી જાણકારી પોહચે તેમનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આનંદભાઈ હરખાણી,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, ઓખા નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ રવિભાઈ પરમાર, સુભાષભાઈ થોભાણી, ઓખા શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રતાપભાઈ જેઠવા, જશવંતસિંહ કેર, ઓખા શહેર યુવા મોરચાના મંત્રી ચંદ્રેશભાઈ લાડવા અને આનંદભાઈ નાગેશ, આઈ.ટી.સેલ ના કન્વીનર નરેન્દ્રભાઈ માણેક તેમજ યુવા કાર્યકરો જોડાયા.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળીયા