હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમ (ફિટર, ઇલેક્ટ્રીશીયન, મિકેનિક ડિઝલ એન્જિન, કોપા, વેલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વેલ્ડર કમ ફેબ્રીકેશન) માટે પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૨ માટે પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૨૨ છે જેની સંબંધિત પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ નોંધ લેવા તેમજ ઉક્ત સંસ્થા ખાતે ટૂંકાગાળાનો કોર્ષ “સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટેકનિશીયન” કાર્યરત છે જેની વિગતો માટે સંસ્થાનો રૂરરૂ સંપર્ક કરવાનો રહેશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય, બોટાદ, (ઢાંકણીયા રોડ, ફૂલવાડી, મો.૯૪૮૪૯૯૭૫૪૪) ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ