રાધનપુર રાજગઢી વિસ્તાર માં ગટર ઉભરાવવાનું યથાવત, વાહન ચાલકો દુકાનદારો પરેશાન

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર વિસ્તાર માં ઘણા સમય થી લઇ ને ગટર ના પ્રશ્નો યથાવત છે ગટરો બ્લોક રાધનપુર ની નાની શેરીઓ માં ગંદકી નું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી જાતે ગટર સાફ કરવા લોકો મજબૂર થયા, લાગી રહ્યું છે કે સફાઈકામદારો ગેરહાજર છે!!

નગર પાલિકા રાધનપુર પોલમ પોલ

રાધનપુરમાં દરેક નાની શેરીઓ માં ગટરો ઉભરાવવા ના પ્રશ્નો યથાવત જ જોવા મળી રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે છતાં નગરમા સફાઈ કામદારો ગેરહાજર, રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઇ રહી એવા આવ્યા દૃશ્યો સામે આવી રહ્યા છે

રાધનપુર નગર પાલિકા માં ઘણા સમય થી કૌભાંડ સિવાય કોઈ અન્ય કામગીરી માં રસ નથી જેવા દૃશ્યો અનેકવાર આવ્યા છે સામે. છતાં નગરપાલિકા કર્મચારીઓ ને જાણે કોઈ કામગીરીમાં રસ નથી એવું લાગી રહ્યું છે સફાઈ કામદારો પૂરતા પ્રમાણમાં હોવા છતાંય નગરપાલિકા ની કેટલીક શેરીઓમાં ગંદકી ના સામ્રાજય ના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે રાજગઢી વિસ્તાર માં ગટર નું પાણી ઉભરાતા રોડ રસ્તા વચ્ચે પાણી જ પાણી વાહન ચાલકો તેમજ દુકાનદારો પરેશાન હાલત માં

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment