બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, બોટાદ

બરવાળા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી તા.૦૨/૦૫/૨૦૨૨ થી શરૂ થયેલ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૨૨ છે.જરૂર પડ્યે કચેરી ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન પ્રવેશ મેળવનાર રૂબરૂ સંપર્ક કરી શકશે. વધુ માહિતી માટે ઉક્ત સંસ્થાનો એડમિશન હેલ્પલાઇન નં- ૮૫૧૧૨૧૬૭૧૧ અને ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્ય તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment