હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા આજે 8 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ના શીવકુજ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે આજના આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 8 મા વિશ્વ યોગ દિવસ નુ આયોજન શીશુકુંજ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ. જેમાં પાલિકા પ્રમૂખ કલ્પનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને સંજયભાઈ ગોવાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર :…
Read MoreMonth: June 2022
યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ”ને ખરા અર્થમાં સાકાર કરતા બોટાદના બાળકે માનવતાની મહેક પ્રસરાવી કાર્યક્રમના પટાંગણમાંથી મળેલો રૂ. ૭૬.૯૦૦નો ચેક પરત કરી વિદ્યાર્થીએ પ્રામાણિકતા દાખવી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં યોગ દિવસની ઉજવણી દરમિયાન આ વર્ષની થીમ “માનવતા માટે યોગ”નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.કૃષ્ણકુમાર વિનોદભાઈ મકવાણા નામના વિદ્યાર્થીને કાર્યક્રમ સ્થળ પરથી રૂ.૭૬.૯૦૦ની રકમનો એક બેરર ચેક અને એક બ્લેન્ક ચેક મળી આવ્યો હતો. જેને મંચ ખાતે સુપ્રત કરીને વિદ્યાર્થીએ માનવતા તેમજ પ્રામણિકતા દાખવી હતી. આ ઉત્તમ કાર્ય બદલ વિદ્યાર્થીનું મંચસ્થ મહેમાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી જૂનાગઢ જિલ્લા માં માન.ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં ની આગેવાની હેઠળ રાધા દામોદર મંદિર , દામોદર કુંડ જૂનાગઢ ખાતે સમુહ યોગ નું આયોજન કરાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનીવર્સીટી ના કુલસચિવ ડો. મયંકભાઈ સોની તથા સ્થાનિક કોલેજો ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મિત્રો હાજર રહ્યા હતા. જૂનાગઢ ખાતે યોજાયેલ…
Read Moreમહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામાં પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨માં COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમાં પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામાં ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિનામુલ્યે આપવામાં આવે છે. તદુપરાંત સરકારની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૬-૦૬-૨૦૨૨ છે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ તેમજ ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્ય, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreકલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળાની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમ્યાન ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તા.૨૨/૬/૨૦૨૨ ના રોજ મહિલા આઇ.ટી.આઇ. વિદ્યાનગર ખાતે, તા.૨૪/૬/૨૦૨૨ ના રોજ, મહુવા આઇ.ટી.આઇ.ખાતે, તા.૨૯/૬/૨૦૨૨ ના રોજ અને ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૬/૭/૨૦૨૨ ના રોજ, આઇ.ટી.આઇ. તળાજા ખાતે, તા.૮/૭/૨૦૨૨…
Read Moreચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ…
Read Moreસુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના પરવડી ખાતે વિશાળ જળાશયનો લોકાર્પણ સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પરવડી જળક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનો સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પાલીતાણામાં દિવંગત શહીદ સ્વ.જયદત્તસિંહ સરવૈયાના બેસણામાં સાંત્વના પાઠવ્યાં બાદ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે વિશાળ જળાશયના લોકાર્પણ સમારોહમાં સી. આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. પરબડી ખાતે તેમને માધવ ગૌધામની મુલાકાત લીધી હતી ત્યાર બાદ વૃક્ષારોપણ કરી જળાશયની લોકાર્પણ વિધિ કરી હતી. પાટીલે જળાશયની ફરતે થયેલ કામગીરીની બારીકાઈ થી માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે…
Read Moreભાવનગર ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ આજે વહેલી સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્વિકારી છે. તેમણે જણાવ્યું કે, “યોગ ભગાવે રોગ” ના ન્યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ. વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય…
Read Moreસરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, કાળીયાબીડ ખાતે વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાળીયાબીડ ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયાં હતાં. તેમણે આ અવસરે જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની પુરાતન છે અને પુરાતન વારસો છે. યોગના સંસ્કાર, વૈભવ અને વારસો વિશ્વને આપવાનું કાર્ય ભારતે કર્યું છે. ભારત વર્ષમાં સર્વાધિક લોકપ્રિય નેતા એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનોમાં ભારત તરફથી યોગની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને યુનોએ સ્વીકારી તેના ઉપલક્ષમાં છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…
Read Moreભાવનગર જિલ્લા કક્ષાની ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સીદસર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાએ આજે વહેલી સવારે સીદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના ૮ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી જણાવ્યું કે, યોગ એ ધર્મ, શ્રદ્ધા અને આસ્થા નથી, પરંતુ સરળ વિજ્ઞાન છે અને જીવન જીવવાની કળા છે. નિયમિત યોગ થી શરીરની બધી ઇન્દ્રીઓને નિયંત્રિત કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોગ એ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગમાં એટલી તાકાત છે કે જો સવારે દસ મિનિટ યોગ કરવામાં આવે તો આખો દિવસ…
Read More