સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના પરવડી ખાતે વિશાળ જળાશયનો લોકાર્પણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પરવડી જળક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનો સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

પાલીતાણામાં દિવંગત શહીદ સ્વ.જયદત્તસિંહ સરવૈયાના બેસણામાં સાંત્વના પાઠવ્યાં બાદ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે વિશાળ જળાશયના લોકાર્પણ સમારોહમાં સી. આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

પરબડી ખાતે તેમને માધવ ગૌધામની મુલાકાત લીધી હતી ત્યાર બાદ વૃક્ષારોપણ કરી જળાશયની લોકાર્પણ વિધિ કરી હતી. પાટીલે જળાશયની ફરતે થયેલ કામગીરીની બારીકાઈ થી માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૬૦ દિવસમાં ૬૦ એકર જમીનમાં જળાશય ગામ લોકોની લોક ભાગીદારીથી તૈયાર થયું છે.

આ પ્રસંગે વક્તવ્ય આપતાં શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગામલોકોના અથાગ પ્રયત્નોને કારણે જ ૬૦ દિવસમાં જળાશય બનાવવાનું શક્ય બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર જેટલી ઝડપથી યોજનાઓ લઈને આવે છે. એટલી જ ઝડપથી એ યોજનાઓ લોકો સુધી પહોંચે છે. તેમજ સો ટકા યોજનાની કાર્ય પૂર્તિ ન થાય ત્યાં સુધી કાર્ય કરે છે. છેવાડાના માનવીને સુવિધા મળે એ માટે રાજ્ય સરકારનો ધ્યેય મંત્ર છે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, અમરેલીના સાંસદસભ્ય નારણભાઈ કાછડીયા,ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, ગારિયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર,જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, .ડો. વલ્લભભાઈ કથીરિયા, ઉદ્યોગપતિ પ્રવીણભાઈ એમ. ખેની તથા પરવડી તથા આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment