મઢડા હાઈસ્કૂલમાં રૂા. ૪ લાખનો પતરાનો શેડ તૈયાર કરી આપી ભવિષ્યની પેઢીને છાંયડો પૂરો પાડ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર ધન તો કુદરત દરેકને આપે છે. તેનો કેવો ઉપયોગ કરવો તે દરેક વ્યક્ત પર નિર્ભર હોય છે. આજની મટીરીયાલીસ્ટીક દૂનિયામાં પરોપકાર, સખાવત, ઉદારતાનું ઝરણું ધીમે-ધીમે સુકાતું જાય છે પરંતુ જેની પેઢીમાં દિલની દાતારીના સંસ્કાર હોય તે બીજાની પીડા અને વેદના જોઈ કંઈક કરી છૂટવાં માટે સતત ધનનો સદુપયોગ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. આવા જ એક દાતા હતાં સ્વ. વલીભાઇ વૈદ્ય કે જેઓએ તે જમાનામાં લોકોના દુઃખ દર્દને દૂર કરવાં માટે નિઃશૂલ્ક આરોગ્યની સેવાઓ પૂરી પાડી હતી. તેમના સંસ્કાર વારસાને આગળ ધપાવતાં તેમના પૂત્ર મન્સૂરભાઇ…

Read More

ભાવનગરના આંગણે યોજાયાં નારી સંરક્ષણ ગૃહની અનાથ દીકરીના એક અનોખા લગ્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે નારી સંરક્ષણ ગૃહ, પાલીતાણામાં ઉછરેલી અનાથ દીકરી ‘રેશ્મા’ના એક અનોખા લગ્ન આજે સિંધુનગર ખાતે આવેલ મંગતરામ હોલ ખાતે યોજાયાં હતાં. રાજ્ય સરકારે મા-બાપની ભૂમિકા ભજવીને ’રેશ્મા’ની રેશમ દોર બાંધી પ્રભુતામાં નવજીવન તરફના પગલાં મંડાવ્યાં હતાં. આ લગ્ન માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દાતાઓના સહકારથી એક દીકરી સાસરે જાય ત્યારે જે કોડ અને પ્રેમ સાથે જાય તે પ્રકારની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી ભારે ધામધૂમથી આ દીકરીના લગ્ન કરાવ્યાં હતાં. આ રાજ્ય સરકારની સંવેદનશીલતાનો નમૂનો છે કે, એક…

Read More

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શહેરના આરોગ્યની ચિંતા કરતા ભાવનગર પૂર્વમાં રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમમાં કુંભારવાડા અને નારી ગામના પી.એચ.સી.સેન્ટરના સાધનો માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પાસે તત્કાલ 90 લાખ મંજુર કરાવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગત રિવ્યુ બેઠક દરમ્યાન શહેરના ભાવનગર પૂર્વ વિધાનસભાના રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમના કુંભરવાડા અને નારી પી.એચ.સી.સેન્ટરમાં સાધનોના અભાવ અને મુશ્કેલી અંગે અધિકારીગણ તરફથી જાણમાં આવતા રુવા, નારી અને કુંભારવાડા ના પી.એચ.સી.સેન્ટર માટે જરૂરી આર્થિક રકમ અંદાજીત 90 લાખની માંગણી સરકારશ્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરતી રજુવાત કરવામાં આવતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તુરંત પ્રતિભાવ આપતા મંત્રી જીતુભાઇ વાઘણીની રજુઆત સંદર્ભે ત્રણે પી.એચ.સી.સેન્ટરો માટે ૩૦-૩૦ લાખ સાથે કુલ રૂપિયા ૯૦ લાખ જેવી માતબર રકમ મહાનગર સેવા સદન માટે મંજુર કરવામાં આવતા ખુશીની…

Read More

કચ્છ જીલ્લાના ખેડૂત ખાતેદારો માટે ભુજ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે, કચ્છ જિલ્લામાં ભુજ મધ્યે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. આથી જે કોઇ ખેડૂત ખાતેદાર નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેઓ પોતાના ખેતરની માટીના નમુના માટે (૫૦૦ ગ્રામ) તેમજ પાણીના નમુના (૧ લિટર)નો જથ્થો લઇ નમુનાનું પૃથ્થકરણ માટે નમુના એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, તાલુકા પંચાયતની સામે, જાદવજીનગર ખાતે પહોચાડી શકશે. આમ માટી તેમજ પાણીના નમુનાની ચકાસણી ફી સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની રૂ. ૧૫ પ્રતિ નમુના લેખે…

Read More

 હિન્દુ સેના એ મહાત્મા નથુરામ ગોડસેનો જન્મદિવસ સેવા કાર્ય કરી ઉજવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં હિન્દુ સેના એ 19 મે 2022 ના રોજ પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા નથુરામ ગોડસે નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો એટલું જ નહીં દર મહિનાની 19 તારીખે કોઈ ને કોઈ સેવાકીય પ્રવૃત્તિ ની શુભ શરૂઆત કરી છે. જેમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ, તેમજ અનોખી રીતે બાળકોના વિકાસ માટે હિન્દુ સેના પ્રયાસ કરશે. મહાત્મા નથુરામ ગોડસે જન્મદિવસ ને યાદગાર દિવસ બનાવવા માટે દર મહિનાની 19 તારીખે હિન્દુ સેના કોઈ ને કોઈ સેવાકિય કાર્યક્રમ આપશે. આવા કાર્યક્રમ ગુજરાત ના જિલ્લાઓ…

Read More

બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે ભરતીમેળો યોજાશે

બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે ભરતીમેળો યોજાશે બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦ પાસની શેક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે બોટાદ જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડીયા પ્રા.લી લાઠીદડ અને એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા બોટાદ માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવેલ છે.…

Read More

બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા શ્રી રામજી મંદિરના દર્શન કરી ગ્રામજનોને મળ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે તાજેતરમાં મહાયજ્ઞ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણાએ મંદિરની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ ભગવાનશ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ગ્રામજનો સાથે મૂલાકાત લીધી હતી તથા તાજેતરમાં યોજાયેલા યજ્ઞ, જુદા જુદા કાર્યક્રમો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજન માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી મોટા રામજી મંદિરના મહંતશ્રી પતિતપાવનદાસ બાપુના દર્શન કરી આર્શિવચન મેળવ્યા હતા. આ પ્રસંગે રાજભા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિસ્ત રહ્યા હતા…

Read More

બોટાદ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા નિયત નમૂનામાં અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ   બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૨૬ શિરવાણીયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૩૬ સમઢીયાળા, કેન્દ્ર નં.૩૯ ઢીંકવાળી, કેન્દ્ર નં.૫૦ કેરીયા-૧ અને કેન્દ્ર નં.૭૫ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નં.૨૨ બોટાદ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.…

Read More

સુરેન્દ્રનગર ના થાનગઢ પાસે ગેબીનાથ ના મંદિરે ત્રણ દિવસ નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર           સુરેન્દ્રનગર ના થાનગઢ પાસે આવેલ ગેબીનાથ આશ્રમે આલકુબાપુ ભગત ના અધ્યક્ષ સ્થાને નવનિર્માણ થયેલ મંદિરે ત્રિદિવસય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. સોનગઢ ગામે પંચાળ નુ પ્રગટ પીરાણું પરમપુજ્ય ગુરૂ શ્રી ગેબીનાથ થી માંડી પૂજ્ય શ્રી ગીગેવપીર સુધી વિસ્તરેલી દેહાણ જગ્યાની ગુરુપદની ગાદી ની ઉજળી પરંપરા વાહક એવાપૂજ્ય ગેબીનાથ તથા પૂજ્ય શ્રી મેપાબાપુ તેમજ પૂજ્ય શ્રી જાદરાબાપુ તથા રામચંદ્રજી તથા રાધાકૃષ્ણ ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રથમ દિવસે પ્રાયચીત હેમાદ્રી સંકલ્પ, નગરયાત્રા, જલયાત્રા, યોજવામાં આવી બીજા દિવસે પ્રાતઃ સ્થાપિત પૂજન,…

Read More

PACS/LIMFS/Milk Collection Center/Gruh Mandli ને CSC સ્કીમ હેઠળ CSC સેન્ટર તરીકે નોંધણી કરાવી તેની વિવિધ સેવાઓના લાભો મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર           જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભાવનગરની યાદી જણાવે છે કે, રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં તા.૩૦/૦૪/૨૦૨૨ નાં CSC eGovernance Services India Ltd. દ્વારા G2C અને B2C સેવાઓ ડિઝિટલ ઈન્ડિયા હેઠળ કોમન સર્વિસ સેન્ટર માધ્યમથી સમગ્ર દેશમાં પુરી પાડી રહેલ છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખુબ મોટાં પ્રમાણમા લાભ મેળવી રહ્યાં હોય, તે મુજબ ઘરઆંગણે ખુબ સારી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તેવાં શુભાશયથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઇન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવી PACS/LAMPS/Milk Collection Center/Gruh Mandli સહિતની તમામ સહકારી સંસ્થાઓને CSC કેન્દ્ર તરીકે…

Read More