આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની એક દિવસની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર      મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૨૦ જુલાઇ, મંગળવારના રોજ ભાવનગરની એક દિવસની મુલાકાતે કરશે. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભાવનગર ખાતે નિર્મિત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સવારે ૧૦.૩૦ કલાકે લોકાર્પણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા નવા આવાસો પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા લાભાર્થીઓને અર્પણ કરાશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કેન્સર હોસ્પિટલ, સર તખ્તસિંહજી હોસ્પિટલ કમ્પાઉન્ડ, ભાવનગર ખાતે યોજાનાર આ વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે…

Read More

કોરોના અંગે જન જાગ્રુતિની નવતર પ્રવુતિ બદલ વાલ્લા સ્કુલ અને અન્ય સંસ્થાએ શિક્ષક હિતેષભાઇને કોરોના યોદ્ધા તરીકે સન્માન્યા

હિન્દ ન્યુઝ, નડિયાદ        નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે. હાલ કોરોના મહામારી સામે પણ યોદ્ધા બની જોરદાર લડત આપી છે. માસ્ક વિતરણ, સેનિટાઈઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ, આરોગ્ય કીટ વિતરણ, શાળા સેનિટાઈઝ, વિશાળ રંગોળીઓ અને પેઇન્ટિંગ દ્વારા તેમજ અનેક પ્રકારે જન જાગૃતિ લાવવામાં સફળ પ્રયાસ કરી રહી છે. ગ્રામ્ય સમાજમાં સદા ઉપયોગી બની રહેતા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કોરોના રસીકરણ જાગૃતિ માટે પોતે ૫૧ પ્રેરક સૂત્રોની રચના કરી છે અને તે ગામના ૫૧ જાહેર સ્થળોએ ભીંત…

Read More

“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” અંતર્ગત ગાયન અને વાદન સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજૂર કરેલ છે. આ…

Read More

રાજ્ય સરકારની નવતર પહેલઃ ઇ- સંજીવની ઓ.પી.ડી.

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં કોરોનાનો વ્યાપ અને વિસ્તારને કારણે અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે કે કોરોના બાદની આડઅસરોને કારણે ફેફસાને નુકશાન થવાથી ટી.બી. જેવી વિવિધ સમસ્યાઓથી પીડાય છે. અસરગ્રસ્ત થયેલાં આવાં તમામ લોકોને વિશિષ્ટ સારવાર મળે તે જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાની નવતર શરૂઆત કરવામાં આવી છે. આ ઇ- સંજીવની ઓ.પી.ડી. એટલે જાણે “ઘર આંગણે દવાખાનું” આપની એક ક્લીક અને દવાખાનું અને સારવાર આપની સામે એટલે ના તો કોઇ દવાખાને જવાની જરૂર કે ભીડને કારણે કોરોનાનો ડર એટલે કે, ઘર આંગણે જ દવાખાનું.…

Read More

મુશ્કેલીના સમયમાં માનવતા મ્હોરી ઉઠી

હિન્દ ન્યુઝ, ભાવનગર        તાજેતરમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાથી ખારે ખાનાખરાબી થઇ હતી. ૧૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલ પવનને કારણે કાચા- પાકાં મકાનોને પણ અસર થાય તે તો સમજાય પણ આ વાવાઝોડાને કારણે છત પરના નળિયા અને લગાવેલાં પતરા પણ ઉડી ગયાં હતાં. વીજળીના મજબૂત થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરો જ્યારે ધરાશાયી થઇ ગયાં હોય ત્યારે નાના મોટા સ્ટ્રક્ચરની કુદરતની આ આફત સામે ટકવાની શું વિસાત ? રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે તુરંત જ રાહત અને કેસડોલ્સની ચૂકવણી કરીને તુરંત જ માનવજીવન થાળે પડે તે માટેના…

Read More

કોરોના ની ત્રીજી લહેર ને પહોંચી વળવા સિદ્ધપુર જનરલ સિવિલ માં નવા બે ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોર

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર સિદ્ધપુર શહેર મુકામે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના સામે ની લડત માં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહેબ ની સરકાર સમક્ષ ની તારીખ : ૨૬/૦૪/૨૦૨૧ ની રજુઆત ના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તારીખ : ૦૯/૦૭/૨૦૨૧ ના રોજ મંજુર થયેલ ૫૦૦-૫૦૦ લીટર ના બે ઓક્સિજન પ્લાન્ટ, ૨૫ વેલ્ટીનેટર અને ૧૦ બાયપેપ સિદ્ધપુર સીવીલ ખાતે આવેલ જેમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર મુલાકાત કરી સિદ્ધપુર શહેર અને તાલુકા ના ગામડા ને લાભ મળે આ સુવિધા આપનાજ સિદ્ધપુર માં મળે જેમ બીજી લહેર મા ખુબ હાલાકી ને ધ્યાન માં લયી ચંદનજી ઠાકોર…

Read More

હિંદુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ કરતા ષડયંત્રને ખુલ્લા પાડવા હિન્દુ સેના ની હાકલ

હિન્દ ન્યુઝ, જામનગર  કાલાવડ ના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં      ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે અને આ એક મોટું ષડયંત્ર છે. જેમાં અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને તાલુકાઓમાં પણ આવા ધાર્મિક પુસ્તકો વેચાઇ રહ્યા છે અને આ પુસ્તકો સ્લમ વિસ્તારો ની અંદર સસ્તા ભાવે આપી રહ્યા છે. આ પુસ્તકો ગીતા ના નામ પર ધર્મના નામ ઉપર હોય અને અંદરના ભાગમાં મહંમદ પયગંબર વિષે લખીનેલોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ઈશ્વરનો સંદેશો આપનાર ભગવાન તરીકે મહંમદ પયગંબરને ઓળખાવી આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો…

Read More

કાલાવડ હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ લાગણી દુભાયાનાં પગલે પોલીસ ફરિયાદ

હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજરોજ હરિયાણાના સંત રામપાલજી મહારાજ નામક એક લેખક અને પ્રકાશક એવા પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા હિન્દુ ધર્મના ગીતાજીના ધર્મગ્રંથ ના ‘ગીતા તારું જ્ઞાન અમૃત’ નામક સાહિત્ય સાથે બીજા ત્રણ અને સાહિત્યો લઈ હરિયાણા થી ૪૦ જેટલા લોકો એક મોટી બસમાં સાહિત્ય વેચવા કાલાવડમાં આવ્યા હોય કાલાવડના રાષ્ટ્રીય એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા આ સાહિત્યનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આ સાહિત્યમાં હિન્દુ વિરોધ જણાય આવતા મુસ્લિમ ધર્મના કુરાન ગ્રંથનો ઘણી આયાતનો ઉલ્લેખ કરી હિન્દુ અને મુસ્લિમ ધર્મની લાગણીઓ દુભાવે એવા લખાણો દેખાઈ…

Read More

સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ દ્વારા પાટણ વિસ્તારમાં આવતા પીપરી ની કાદી વિસ્તાર માં હનુમાનજી ના મંદિર ના ગ્રાઉન્ડ માં 4.87 લાખ ના ખર્ચે બ્લોક ના કામ નું ખાત ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, વેરાવળ                    તારીખ ૧૧/૭/૨૦૨૧ ના રોજ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ દ્વારા પાટણ વિસ્તારમાં આવતા પીપરી ની કાદી વિસ્તાર માં હનુમાનજી ના મંદિર ના ગ્રાઉન્ડ માં 4.87 લાખ ના ખર્ચે બ્લોક ના કામ નું ખાત ખાતમુહૂર્ત કરેલ, જે પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજ ના જિલ્લા પ્રમુખ કાનભાઈ ગઢિયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ ડોડીયા, તાલુકા પંચાયત ના સભ્ય વાલજીભાઈ બામણિયા, વરજંગભાઈ ધારેચા, કરશનભાઇ વાસણ, સરમણભાઈ માર્શલ, પ્રેમભાઈ ગઢિયા, નિલેશભાઈ વાળા, વજુભાઇ ગઢિયા, રમેશભાઈ વાજા, દિનેશભાઇ બામાણિયા, અર્જુનભાઈ વાયલું, ભરતભાઈ વાળા…

Read More

વિરમગામ માં ભગવાન જગન્નાથ ની ભાવિ ભક્તો વગર 39 મી રથ યાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, વિરમગામ                    આજે અષાઢી બીજ ના રોજ વિરમગામ શહેર માં ભગવાન જગન્નાથ ની 39મી ભાવિ ભક્તો વગર સરકારી ગાઇડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળવામાં આવી. આ રથયાત્રા વિરમગામ રામ મહેલમંદિર થી ખંભાલયમંદિર, નાનો ભાટ વડો પાંજરાપોળ, લોહાર કોડ, સુથાર ફળી ચોક, અંબાજી માતાનું મંદિર, વી.પી.રોડ, નાના પરકોટા મોટા પરપોટા, રામજીમંદિર સ્વામી વિવેકાનંદ રોડ, બસ સ્ટેશન તાલુકા પંચાયત, મીલફાટક ભરવાડી દરવાજા, પાન ચકલા મોચી બજાર, બાલાજી મંદિર ચોકસી બજાર, બોરડી બજાર શ્રી રણછોડ, મંદિર મુનસર દરવાજા થી રામ મહેલ…

Read More