કોરોના અંગે જન જાગ્રુતિની નવતર પ્રવુતિ બદલ વાલ્લા સ્કુલ અને અન્ય સંસ્થાએ શિક્ષક હિતેષભાઇને કોરોના યોદ્ધા તરીકે સન્માન્યા

હિન્દ ન્યુઝ, નડિયાદ 

      નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે. હાલ કોરોના મહામારી સામે પણ યોદ્ધા બની જોરદાર લડત આપી છે. માસ્ક વિતરણ, સેનિટાઈઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ, આરોગ્ય કીટ વિતરણ, શાળા સેનિટાઈઝ, વિશાળ રંગોળીઓ અને પેઇન્ટિંગ દ્વારા તેમજ અનેક પ્રકારે જન જાગૃતિ લાવવામાં સફળ પ્રયાસ કરી રહી છે. ગ્રામ્ય સમાજમાં સદા ઉપયોગી બની રહેતા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કોરોના રસીકરણ જાગૃતિ માટે પોતે ૫૧ પ્રેરક સૂત્રોની રચના કરી છે અને તે ગામના ૫૧ જાહેર સ્થળોએ ભીંત પર જાતે લખ્યા છે. સ્વખર્ચે તેમણે આ અભિયાન ગામમાં ચલાવ્યું છે. જેથી રસી અંગેની ગેરસમજ દૂર થાય સાચી સમજ થકી વધુ લોકો રસી લેવા પ્રેરાય. ગુજરાતના ખેડા જિલ્લામાં હજારેકની વસ્તી ધરાવતા વાલ્લા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકને લોકોએ દિવાલ પર કશુંક લખતા જોયા. થોડીવારમાં શિક્ષકે રંગમાં બ્રશ બોળીને દીવાલ પર લખ્યું “કોરોના સામે જંગ લડીએ બધાને સંગ”. થોડા દિવસ પછી એમણે ઔર એક ભીંત પર સુત્ર લખ્યું કે “કોરોના મોટો અસુર, સાવધ રહે ચતુર” જેવા સુત્રો લખી સમાજ જાગ્રુતિ માટે એ વિવિધ પ્રવુતિ કરતા રહ્યા છે. કોરોના અંગે જન જાગ્રુતિની નવતર પ્રવુતિ બદલ વાલ્લા સ્કુલ અને અન્ય સંસ્થાએ શિક્ષક હિતેષભાઇને કોરોના યોદ્ધા તરીકે સન્માન્યા. એ લેખક, ચિત્રકાર, રંગોળી આર્ટીસ્ટ, પપેટીયરની બહુવિધ ઓળખ ધરાવે છે. એમ તો કોરોના સંક્રમણ અટકાવવા અને રસીકરણ જાગ્રુતિ માટે પચાસેક સુત્ર રચીને વાલ્લાની ભીંત પર લખ્યા. એ સુત્રો છે શું કરશે એકલી સરકાર તમેય રાખો થોડી દરકાર, કોરોના મહામારીમાં સાવચેતી ન દાખવવાના સંદેશ માટે સુત્રોની જેમ રંગોળી પણ રચી. વાલ્લા અને નડીયાદમાં બનાવેલી રંગોળીમાં લખેલું “ઘરમેં જીયો યા બાહર મરો, પસંદ અપની અપની વેક્સિનના પગલે ચાલ, એ છે કોરોનાનો મહાકાલ એમ તો સરદાર પટેલને ભાવાંજલી આપવા ૩૦ કીલો રંગથી ૧૧૧ ફુટ લાંબી રંગોળી બનાવી. એમા પણ કોરોના અંગે જનજાગ્રુતિનું સુત્ર લખેલું કે, ડરના મત પર ભુલના ભી મત. સુત્રલેખન અને રંગોળીને એ ઇશ્વરદત્ત કળા ગણાવે છે.
    બીજા ગામોમાં પણ તેઓએ નવતર પ્રવુતિ કરી છે. આને લીધે ગામમાં ઘણી જાગૃતિ પણ આવી છે અને ૧૮ વર્ષ કે તેથી ઉપરના લોકો સચેત બની ઉત્સાહથી રસીકરણ અપનાવી રહ્યા છે. હાલ કોરોના કાળમાં રસીકરણ તે જ એકમાત્ર જીવનઆધાર બન્યું છે, તેવા સમયે તે અંગેની જાગૃતિનો આ પ્રેરક પ્રયાસ ખરેખર પ્રેરક અને પ્રશંસનીય બન્યો છે. તો આ તબક્કે ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમના થકી આ કામગીરી થઈ હોવાનું શિક્ષકે જણાવ્યું છે. આ સિવાય પણ આ શિક્ષકે આગાઉ નડિયાદમાં જાહેર જગ્યાએ વિશાળ કદની રંગોળી તૈયાર કરી રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ઉપરાંત સ્કૂલમાં પણ વિશાળ રંગોળી દ્વારા ગ્રામજનોને રસી લેવા આહવાન કરાયુ હતું. સાથે સાથે કોરોના કાળમાં બાળકોને શિક્ષણની સાથે અનેક ઈતર પ્રવૃત્તિ કરાવી છે. કોરોના વાયરસને ભગાડવા સરકાર દ્રારા પણ અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ વાયરસનો ચેપ ન લાગે તે માટે સરકાર ઘણી જાહેરાત પણ આપી રહી છે તો બીજી બાજુ તંત્ર દ્રારા પણ કોરોના ભગાડવા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી પણ ફરજ બને છે કે રસી લઇ કોરોનાનો નાશ કરીએ. કોરોનાના કઠીન સમયમાં લોકો ડરે નહી તેમજ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર રસીકરણ કરાવે તે માટે વાલ્લાના શિક્ષક સૌ માટે ઉદાહરણરૂપ બન્યા છે. તેઓએ કોરોના અંગે લોકોમાં જાગ્રુતિ આવે તે માટે ભીંતસુત્રો અને ચિત્રો દિવાલ પર ચિત્રાવી દીધા છે જેને આવતા જતા લોકો વાંચે અને જાગ્રુત બને આવી કામગીરીમાં શિક્ષકની સંવેદનશીલતા સ્પષ્ટપણે જોઇ શકાય છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment