હિન્દ ન્યૂઝ, મહુવા તા. 16, મહુવા તલગાજરડા ગામ ના આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના(કોવિદ-19)રસી ના ડોઝ 81 આરોગ્ય કર્મી ને આપવા આવ્યો. જેમાં મહુવા તાલુકાના હેલ્થ સેંટર ને રસી નો ડોઝ આપવામાં આવ્યો. જે તલગાજરડા આરોગ્ય કેન્દ્ર ખાતે સૌથી પહેલાં મહુવા તાલુકાના ડો. ભરતભાઈ જે.ગોહિલ ને રસી ડોઝ આપવામાં આવ્યો. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા
Read MoreMonth: January 2021
દિયોદર ના કોતરવાડા ગામે યુવતી એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું બે ઈસમો સામે ગુન્હો નોંધાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના કોતરવાડા ગામ ની એક 15 વર્ષ ની યુવતી એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા ગોલવી ગામ ના બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે રહેતી જીગન્નાબેન ઉ 15 જે તારીખ ૮/૧/૨૦૨૧ ના રોજ વહેલી સવારે અગમ્ય કારણસર ઝેરી દવા પિતા તાત્કાલિક ધોરણે થરાદ ની જે.જે.હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ સાધન માં સારવાર અર્થ ખસેડાઇ હતી, ત્યાર બાદ વધુ સારવાર માટે દિયોદર રાજેશ્વરી હોસ્પિટલ અને ત્યાં થી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી
હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ.૧૬-૦૧-૨૦૨૧, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરના રેલનગર પોપટપરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપની ૭ દુકાનો, ડો.હેડગેવાર ટાઉનશીપની ૭ દુકાનો અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની ૧ દુકાન મળી કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી તા. ૧૯/૦૧/૨૦૨૧ દરમ્યાન નીચેના સ્થળ પર રાખવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. -હરાજી નું સ્થળ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, કર્ણાવતી સ્કૂલની બાજુમાં, રેલનગર, રાજકોટ -દુકાનોની સંખ્યા ૧૫ -હરરાજીની તારીખ અને સમય તા.૧૯/૦૧/૨૦૨૧, મંગળવાર સવારે ૯.૦૦ કલાકે દુકાનોની અપસેટ કિંમત રૂ.૮.૧૦ લાખથી રૂ.૧૦.૦૦ લાખ સુધીની રાખવામાં આવેલ છે. જાહેર હરરાજીમાં ભાગ…
Read Moreરૂડા દ્વારા ખાલી આવાસોઅંગે ફોર્મ વિતરણને આપ્યો જનતાએ બહોળો પ્રતિસાદ
૧૫ તારીખ સુધીમાં ૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઈ પરત હિન્દ ન્યૂઝ, રાજકોટ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નિર્માણાધિન ૧ BHK, ૨ BHK તથા ૩ BHK ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં EWS1 ના ૨૩૭, EWS2 ના ૮૦૬ LIGના ૫૪૦ તથા MIG ના ૨૨ ફોર્મ ભરાઈ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ આવાસની સામે૧૬૦૫ અરજીઓ તારીખ ૧૫.૦૧.૨૦૨૧ સુધી પરત આવી ગયેલ છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે.…
Read Moreરાજકોટમાં કોરોના વેક્સીન આપવાનો પ્રારંભ
હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ.૧૬-૦૧-૨૦૨૧ કોરોના સામેના છેલ્લા દસ માસના જબરદસ્ત જંગમાં આજનો દિવસ ઐતિહાસિક દિન બની રહેશે. સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યારે આજે તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ ૧૦:૩૦ વાગ્યે દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સીન લોન્ચ કર્યા બાદ રાજકોટ શહેરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીનેસન બુથ અને અન્ય ૫ (પાંચ) બુથ પર રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના માનનીય કૃષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહાનગરપાલિકાણી આરોગ્ય સમિતિના ભૂતપૂર્વ…
Read Moreગીર સોમનાથ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૬, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમી આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ સંચાલિત ‘‘ફિટ ઇન્ડિયા’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ -૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 (૮.૩’’ * ૧૧.૭’’) સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા. ૩૦/૦૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ,…
Read Moreદેવભૂમિ દ્રારકા ખાતે યોજાનાર ભારતીય સેનાના ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૬ દેવભૂમિ દ્રારકા ખાતે યોજાનાર ભારતીય સેનાના ભરતી મેળામાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ તથા દીવ જિલ્લાઓના દરેક તાલુકાના ઉમેદવારો ભાગ લઈ શકશે. નિયત કરેલ માપદંડ અનુરૂપ ફીટ હોય તે બધા ઉમેદવારો આ ભરતી માટે ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ :www.joinindianarmy.nic.in મા ઓનલાઈન નોંધણી કરી વેલીડ એડમીટ કાર્ડ સાથે ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી શરૂ કરવામા આવેલ છે. સોલ્જર જનરલ ડ્યુટી માટે એસ.એસ.સી. પાસ ઓછામાં ઓછા ૪૫ ટકા, કોઈ…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં કોવિડશિલ્ડ વેકસીનના રસીકરણ અભિયાનનો શુભારંભ
અચ્છેદિનની શરૂઆત, કોરોના હારશે, દેશ જીતશે હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૬, કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ છેલ્લા એકાદ વર્ષથી પ્રભાવિત થયું છે. કોરોનાનું સંક્રમણ ધટાડવા અને નાબુદી માટે વિશ્ર્વના શક્તિશાળી દેશોએ વેકસીનની શોધ માટે અનેકવિધ પ્રયાસો કર્યો હતા. પરંતુ પુરતા પ્રમાણમાં અસરકારક સફળતા મળી ન હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિના પરિણામે કોરોના સામે રક્ષણ આપતી વેકસીનની શોધ કરવામાં સફળતા મળી હતી. ભારતના પુણે સિરમ ઈન્સ.એ શોધ કરી બનાવેલી કોવિડશિલ્ડ વેકસીનનું લોકોમાં રસીકરણ કરવા માટે મંજુરી મળી હતી. આજે તા.૧૬ જાન્યુઆરીએ આપણા સૌ માટે બનીગયેલ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી…
Read Moreખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે આજથી કોરોના વાયરસ રસીકરણ ઝુંબેશ શુભારંભ
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહિ. કોરોના Covid -19 થી બચવા માટે સમજદારી એજ આપણી જવાબદારી વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર પ્રજાજનો ની સલામતી માટે અનુરોધ કરે છે. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read Moreપવનચક્કી માંથી કેબલ વાયર ચોરી કરતા ઇસમને પકડી પાડી કોઠારા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
હિન્દ ન્યૂઝ, કચ્છ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ.ગોહિલ નાઓની રાહબરીમાં એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. આજ રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓની એક ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન માંડવી-નલીયા હાઇવે પર સાંધાણ સુથરી ત્રણ રસ્તા પાસે રોડ પર એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો પ્લાસ્ટિકનો કોથળો લઇને ઉભેલ હોઇ જે પોલીસને જોઇ સગેવગે કરવાની કોશીષ કરતાં…
Read More