ગીર-સોમનાથ જિલ્લામાં કોવિડશિલ્ડ વેકસીનના રસીકરણ અભિયાનનો શુભારંભ

અચ્છેદિનની શરૂઆત, કોરોના હારશે, દેશ જીતશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૧૬, કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ છેલ્લા એકાદ વર્ષથી પ્રભાવિત થયું છે. કોરોનાનું સંક્રમણ ધટાડવા અને નાબુદી માટે વિશ્ર્વના શક્તિશાળી દેશોએ વેકસીનની શોધ માટે અનેકવિધ પ્રયાસો કર્યો હતા. પરંતુ પુરતા પ્રમાણમાં અસરકારક સફળતા મળી ન હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિના પરિણામે કોરોના સામે રક્ષણ આપતી વેકસીનની શોધ કરવામાં સફળતા મળી હતી. ભારતના પુણે સિરમ ઈન્સ.એ શોધ કરી બનાવેલી કોવિડશિલ્ડ વેકસીનનું લોકોમાં રસીકરણ કરવા માટે મંજુરી મળી હતી. આજે તા.૧૬ જાન્યુઆરીએ આપણા સૌ માટે બનીગયેલ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી કોવિડશિલ્ડ વેકસીનનો શુભારંભ કરાવી લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કોવિડશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો અંતિમ ડોઝ એક માસ બાદ આપવામાં આવશે. પ્રથમ ડોઝ લેનારે બીજો ડોઝ અવશ્ય લેવાનો રહેશે ત્યારબાદ શરીરમાં કોરોના પ્રતિરોધક અસર કરશે. વેકસીન લીધા બાદ માસ્ક અને સોશ્યલ અંતર ઉપરાંત સરકાર દ્રારા આપવામાં આવતી કોરોના સંદર્મે ગાઈડ લાઈનનું પાલન કરવા કહ્યું હતું. જેના ભાગરૂપે આજે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પુર્વ રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, કલેકટર અજયપ્રકાશ અને અગ્રણી રામસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં અને ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુર્વ મંત્રી જશાભાઈ બારડ, અગ્રણી હરિભાઈ સોલંકી, સુભાસભાઈ ડોડીયા, દિલીપભાઈ મોરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિર્યસ આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીનથી આરર્ક્ષિત કરાયા હતા.

આ પ્રસંગે પુર્વ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, કોવિડશિલ્ડ વેકસીન સંપુર્ણ સુરક્ષિત છે. તમામ લોકોએ આ રસી લેવા માટેનો આગ્રહ રાખવો જોઇએ. આ રસીની કોઈ આડઅસર થતી નથી અને કોવિડશિલ્ડ વેકસીનની અફવાઓથી લોકોને દુર રહેવા માર્ગદર્શન આપ્યું હતું. પુર્વમંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વેકસીનના અભિયાનની શરૂઆત કરાવી છે. કલેકટર અજયપ્રકાશે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અથાગ મહેનતની કોરોનાનું સંક્રમણ ઓછું રહ્યું છે. કોવિડશિલ્ડ વેકસીનએ આપણા સૌ માટે વરદાનરૂપ છે.

કાજલી ગામે ફરજ બજાવતા આશા વર્કર દુર્ગાબેન ઝાલાને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરતા બાદ તેઓએ અભિપ્રાય આપતા કહ્યું હતું કે, મારી ઉંમર ૩૫ વર્ષ છે. આજે મને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. રસી લીધા બાદ મને કોઈપણ પ્રકારની આડ અસર થઈ નથી. આર.સી.એચ.ઓ. ડો.ડી.કે.ગૌસ્વામીએ કહ્યું હતું કે, મને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરાયા બાદ મારા આરોગ્યમાં કોઈ આડ અસર થઈ નથી અને તમામ લોકોએ આ વેકસીન લેવાનો જરૂર આગ્રહ રાખવો જોઈએ. વેરાવળના હરસિધ્ધી અર્બન સેન્ટરમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા નૈનાબેન પરમારે કોવિડશિલ્ડ વેકસીન લીધા બાદ અભિપ્રાય આપી કહ્યું હતું કે, કોવિડશિલ્ડ સંપુર્ણ સુરક્ષિત છે જે તમામ લોકોએ લેવી જોઈએ.

વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે એ.એન.એમ. ડો.હિનાબેન ડોડીયાના હસ્તે આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આજે વેકસીનનો પ્રથમ ડોઝ ૦.૫ એમ.એલ. હાથના ખંભાની સ્નાયુમાં આપવામાં આવ્યો હતો. કર્મચારીઓએ વેકસીન લીધા બાદ અડધો કલાક સુધી નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં વેકસીન લીધેલા તમામ કર્મચારીઓને કોઈપણ પ્રકારની આડ અસર થઈ ન હતી.

ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે રસીકરણના પ્રથમ દિવસે કોડીનાર તાલુકાના મેડીકલ ઓફિસર-૧૩, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર-૮, ખાનગી પ્રેકટીસ ડોકટર-૨, આશાવર્કર-૨૮ અને આંગણવાડી વર્કર હેલ્પર-૧૫ સહિત ૮૪ કોરોના વોરિર્યસ રસીકરણ કરવામાં આવ્યું હતું. સિંધાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબોરેટરી ટેકનીસીયલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ વાળાને ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રથમ રસીકરણ કરવામાં આવ્યું હતું. ટી.એચ.ઓ. ડો.પઢીયાળને કોવિડશિલ્ડ વેકસીનથી આરર્ક્ષિત કરયા હતા. વેકસીન લેનાર કોરોના વોરિર્યસે તેમના અભિપ્રાયો આપ્યા હતા. વેકસીનેસર ઓફિસર સંગીતાબેન ડોડીયા દ્રારા રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, પુર્વ અધિક્ષક મકવાણા, આઈ.એમ.એન.ના પ્રતિનીધી દિલીપભાઈ ચોચા, ટી.એચ.ઓ. ચૌધરી, અગ્રણી સરમણ સોલંકી, પ્રવિણ રૂપારેલીયા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ કોવિડશિલ્ડ વેકસીન લેતા જિલ્લા ક્ષય અધિકારી ડો.બામરોટીયા

સમગ્ર દેશની સાથે આજે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના પ્રતિરોધક કોવિડશિલ્ડ વેકસીન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રારંભ થયેલ વેકસીન અભિયાનમાં પ્રથમ કોવિડશિલ્ડ વેકસીન જિલ્લા ક્ષય અધિકારી બામરોટીયાએ લીધી હતી. જિલ્લામાં કોવિડશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર પ્રથમ વ્યક્તિ ડો.બામરોટીયાએ જણાવ્યું હતું કે, આજે કોવિડશિલ્ડ વેકસીનનું મને રસીકરણ કરવામાં આવ્યું હતું. મારી ઉંમર ૪૧ વર્ષની છે. વેકસીન લીધા બાદ મને અડધો કલાક નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રખાયા હતા. બાદમાં મને કોઈપણ પ્રકારની આડ અસર થઈ નથી. આ રસી સંપુર્ણ સુરક્ષિત છે અને તમામા લોકોએ રસી લેવા માટેનો આગ્રહ રાખવો જોઈએ.

Related posts

Leave a Comment