રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તારીખ.૧૬-૦૧-૨૦૨૧, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરના રેલનગર પોપટપરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપની ૭ દુકાનો, ડો.હેડગેવાર ટાઉનશીપની ૭ દુકાનો અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની ૧ દુકાન મળી કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી તા. ૧૯/૦૧/૨૦૨૧ દરમ્યાન નીચેના સ્થળ પર રાખવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

-હરાજી નું સ્થળ

મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, કર્ણાવતી સ્કૂલની બાજુમાં, રેલનગર, રાજકોટ

-દુકાનોની સંખ્યા

૧૫

-હરરાજીની તારીખ અને સમય

તા.૧૯/૦૧/૨૦૨૧, મંગળવાર

સવારે ૯.૦૦ કલાકે

દુકાનોની અપસેટ કિંમત રૂ.૮.૧૦ લાખથી રૂ.૧૦.૦૦ લાખ સુધીની રાખવામાં આવેલ છે. જાહેર હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓ સ્થળ ઉપર રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરરાજીમાં ભાગ લઇ શકશે. ઉંચી બોલી બોલનારે દુકાનની કિંમતની ૨૫% રકમ સ્થળ પર ભરવાની રહેશે. ડીપોઝીટની રકમ હરરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીના સમયે આઇ ડી પ્રુફ્ સાથે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

દુકાનોની સાઈઝ અને અપસેટ કિંમત તથા હરરાજી અંગેની વધુ વિગતો એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ ખાતેથી મળી શકશે.

Related posts

Leave a Comment