હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના કોતરવાડા ગામ ની એક 15 વર્ષ ની યુવતી એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા ગોલવી ગામ ના બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે રહેતી જીગન્નાબેન ઉ 15 જે તારીખ ૮/૧/૨૦૨૧ ના રોજ વહેલી સવારે અગમ્ય કારણસર ઝેરી દવા પિતા તાત્કાલિક ધોરણે થરાદ ની જે.જે.હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ સાધન માં સારવાર અર્થ ખસેડાઇ હતી, ત્યાર બાદ વધુ સારવાર માટે દિયોદર રાજેશ્વરી હોસ્પિટલ અને ત્યાં થી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જતા સારવાર દરમિયાન યુવતી નું મોત નીપજ્યું હતું. જેમાં યુવતી નું મોત થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ કરવામાં આવ્યું હતું. જેમાં આ યુવતી એ મૂળ ઇસરવા તા કાંકરેજ અને હાલ ગોલવી ગામે રહેતા મુકેશજી શિવાજી ઠાકોર અને ભાવાભાઈ શિવાજી ઠાકોર દ્વારા અવાર નવાર ઘરે આવી લગ્ન માટે દબાણ કરતા હોઈ તેના કારણસર ઝેરી દવા પીધી હોવાનું પરિવારજનો ને જાણવા મળતા આજરોજ મૃતક યુવતી ના પિતા નાનજીજી ભૂરાજી ઠાકોર એ દિયોદર પોલીસ મથક ખાતે આરોપી (૧)મુકેશજી શિવાજી ઠાકોર (૨) ભાવાભાઈ શિવાજી ઠાકોર બને ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે બંને ઈસમો વિરુદ્ધ 306,114 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર