ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૧૬, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમી આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ સંચાલિત ‘‘ફિટ ઇન્ડિયા’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ -૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 (૮.૩’’ * ૧૧.૭’’) સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા. ૩૦/૦૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ ID વગેરે જેવી બાબતોની ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/ પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ) ની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધા માં ૧૮ થી ૨૫ વર્ષના યુવક યુવતીઓ ભાગ લઇ શકશે આ સ્પર્ધા માથી ગીર સોમનાથ જિલ્લા માંથી ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજયકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૧૧/૦૨/૨૦૨૧ ના રોજ યોજાશે.

રાજયકક્ષાની ચિત્રસ્પર્ધા માંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે તેમો પૈકી પ્રથમ વિજેતાને રૂ ૧૦,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦૦/- તૃતીય વિજેતાને ૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨૫૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઇ વ્યકિતની મદદ વિના ચિત્ર દોરી તા.૩૦/૦૧/૨૦૨૧ સુધી બપોરના ૧૨/૦૦ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ મુ. ઇણાજ તા.વેરાવળ ખાતે પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીનાં બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી મળશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથની યાદીમાં યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment