શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા તા.05/11/2019 ના રોજ ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન અંતર્ગત વ્યક્તિગત સ્વરોજગાર લોન SEP-I ઘટક હેઠળ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા અરજદાર શ્રીમતિ સમીમબાનુ મકરાણીને કરિયાણાના ધંધા રોજગાર અર્થે રૂપિયા.1,10,000/- (અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા ) તેમજ અરજદાર પઢીયાર ભોજરાજ ને હેર કટિંગ (સલૂન) ના ધંધાના રોજગાર અર્થે રૂપિયા.1,10,000/- (અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા ) ચેક શહેરી આજીવિકાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ કે રાઠોડ અને મદદનીશ કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાની હાજરીમાં મેનેજર ગ્રામીણ બેંક દ્વારા અરજદારને આપવામાં આવ્યો. રિપોર્ટર : અનસ ટુણીયા, દેવગઢ બારીયા

Read More

પાકિસ્તાનના સમુદ્રમાં પકડાયેલ વેરાવળની ૨ ફિશીંગ બોટના ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ

હિન્દ ન્યૂઝ, વેરાવળ તા.૦૫, પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્રારા પકડેલ અને પાકિસ્તાનના જુદા-જુદા બંદરોને રાખવામાં આવેલ બોટો પૈકી વેરાવળ ખાતે રજીસ્ટ્રેશન થયેલ વેરાવળના બોટ માલિક પુનમબેન વસંત પીઠડીયાની મીત સાગર બોટ રજીસ્ટ્રર નંબર આઈ.એન.ડી. જી.જે.૧૧.એમ.અમે.૧૧૯૧૫ અને વસંત પ્રભુદાસ પીઠડીયાની દિવ્યા સાગર બોટ રજીસ્ટ્રર નંબર જી.જે.૧૧.એમ.અમે.૧૨૫૧૪ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. તેમ મદદનીશ મત્સ્યોધોગ નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ગીર સોમનાથ જિલ્લાની સહકારી મંડળીઓ દ્રારા ઓડીટ ન કરાવતા કાર્યવાહી કરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૫, ગીર સોમનાથ જિલ્લાની જુદી-જુદી સહકારી મંડળીઓ દ્રારા ઓડીટ ન કરાવાના કારણે મંડળીના તમામ દફતર સાથે દિન-૧૦ સુધીમાં ઓડીટ કરાવવા જણાવાયું છે. શ્રી સત્યમ હા.કો-ઓપ સો.લી.મુ.કોડીનારપ્ શ્રી સ્વામી શાંતી પ્રકાશ હા.કો-ઓપ સો.લી. મુ.વેરાવળ, શ્રી સત્ય સાઈનાથ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી તાજ હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી જનતા હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી વીશ્ર્વ કર્મા હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી રાધારમણ હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી મહાલક્ષ્મી હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી શાંતીપરા હા.કો-ઓપ સો.લી.મુ.વેરાવળ, શ્રી આદર્શ પંચાયત હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી એસ.ટી.કર્મચારી હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી સુધરાઈ હા.કો-ઓપ સો.લી.મુ.ઉના, શ્રી અજમેરી હા.કો-ઓપ સો.લી.મુ. વેરાવળ, શ્રી મત્સ્યગંધા…

Read More

વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ની ટીમ દ્વારા નાયબ કલેક્ટર ને ભૂમાફિયાઓ દ્વારા નગરપાલિકા ની ખુલ્લી જમીન નો કબ્જો રોકવા તથા કામ બંધ કરાવવા અને કામ થયેલ માલ ને જપ્ત કરવામાં આવે તેવું આવેદનપત્ર દ્વારા ઉગ્ર રજૂઆત ક

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ નગરપાલિકા ની ટીપી સ્કીમ નં, 2 ના અંતિમખંડ નં. 101 માં કાશીવિશ્વનાથ મંદિર ની બાજુમાં ખુલ્લી જગ્યાને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ થયેલ હતું. આ કામમાં નાણાપંચ હેઠળ નગરપાલિકા આ વોલ બનાવતી હતી. જે કામ ઇ-ટેન્ડર થી કાંતિલાલ રામજીભાઇ ચુડાસમા ને કામ મળેલ હતું. જેની માલ રકમ 11,96,190 /- નું હતું. જેના 10.66% નીચા ભાવ ટેન્ડર મંજૂર થયેલ હતું અને આ ગેરકાયદેશર બાંધકામ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા એ ચીફ ઓફિસર ને રૂબરૂ મળી ને કામ બંધ કરવા બાબતે ચર્ચા કરતાં હાલ આ કામ…

Read More

રાજકોટ શહેર મોટામવા સરપંચ મયુર શિંગાળા હત્યા કેસમાં એક જ પરિવારના ૬ ને જન્મટીપની સજા

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કાલાવડ રોડ ઉપર આવેલા મોટામવા ગામે ૧૧ વર્ષ પૂર્વે મોટામવામાં રહેતા રાજકીય અગ્રણી મયુર તળશીભાઈ શીંગાળા મોટામવા ગામના સરપંચ તરીકે ૨૦૦૬ની સાલથી ચુંટાઈ આવ્યા હતા. આરોપી ગાંડુ ભુરા ભરવાડે મયુર શિંગાળા સામે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓ હારી ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી મહેશ ગાંડુ ભરવાડ, ઉત્તમ ગાંડુ ભરવાડ, વીનુ પુંજાભાઈ મકવાણાના ભાણેજ અને સગાઓએ દિવાળી ઉપર પટેલ લોકોને મારમાર્યો હતો. જેમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી. બાદમાં ગાંડુ ભુરા, મહેશ ગાંડુ, ઉત્તમ ગાંડુ, વીનુ મકવાણા, જયેશ મકવાણા તેમજ રમેશ…

Read More

રાજકોટ શહેરમાં I.P.L નો સટ્ટો રમાડતા પ્રિન્સિપાલ સહીત ૨ શખ્સોને D.C.B ની ટીમે ઝડપી પાડ્યા

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટીમે બાતમી આધારે જામનગર રોડ ઉપર આવેલ ગોકુલ બંગ્લોઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાતી I.P.L મેચ ઉપર જુદા જુદા 3 ફોનમાં ટીવી મારફતે જોઈને રનફેર, હારજીતના સોદા લખતા ૨ શખ્સો મળી આવતા બંનેના નામઠામ પૂછતાં હિતેશ દલપતભાઈ ઠાકર અને બજરંગવાડીમાં રહેતા અને સહજાનંદ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસે 3 ફોન, ટીવી સહીત કુલ.૨૮૯૬૦ રૂપિયાનો મુદામાલ કબ્જે…

Read More

રાજકોટ શહેર ના પોલીસ કમિશનરના હુકમથી ૧૩ હેડ કોન્સ્ટબેલોને A.S.I નું પ્રમોશન આપવામાં આવેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળી પૂર્વે જ પોલીસ જવાનોને દિવાળીની ભેટ આપી દીધી છે. રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ રાણા, અશ્વિનગિરિ ગોસ્વામી, ચેતનસિંહ ચુડાસમા, સુરેશભાઈ શિંદે, અમૃતભાઈ મકવાણા, અજીતસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અનોપસિંહ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ વાઘેલા, અમૃતભાઈ રાઠોડ, મુળજીભાઈ સોલંકી, ચંદ્રસિંહ ચાવડા એમ કુલ.૧૩ હેડ કોન્સ્ટેબલોને A.S.I તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે ૩૩ કોન્સ્ટેબલોને પણ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. તે ૩૩ પૈકી ૨૬ કોન્સ્ટેબલો હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છીએ. રિપોર્ટર : દિલીપ પરમાર,…

Read More

સોમનાથ થી કોડીનાર સુધી નો નેશનલ હાઇવે તંત્રના વાંકે અનેક અકસ્માત સર્જાઈ રહી છે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સોમનાથ થી કોડીનાર સુઘીનો નેશનલ હાઇવે અતિ બિસ્માર બની ગયેલ છે. સતત ધૂળની ડમરીઓ અને ઊંડા ખાડા ખબડ ના કારણે અનેક એકસ્માતો ની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જીદગી ખોય બેસેલ છે, ત્યારે તંત્રના વાંકે સોમનાથ થી કોડીનાર નો નેશનલ હાઇવે ગોજારો બની રહ્યો છે. જેના કારણે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના રાહદારીઓ માં ઉગ્ર રોષ ફાટી નીકળેલ છે ત્યારે ગીર – સોમનાથ જિલ્લા કોંગેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્રારા પ્રોજેકેટ ડાયરકેટર નેશનલ ઓથોરિટી ગીર – સોમનાથને રૂબરૂ મળી લેખિત રજુઆત સાથે સત્વરે ફૂલ ટ્રીટમેન્ટ સાથે…

Read More

પહેરેલ સોનાની ચેન ની લુટ કરનાર નો બનાવ અરવલ્લી જિલ્લાના નેત્રમ શાખા માં આરોપી થયો કેદ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,                                            અરવલ્લી જિલ્લાના નેત્રમ શાખા (સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઈ. એચ.એમ.ગઢવી દ્વારા તાજેતરમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો ગુન્હો બનેલ હતો. જે અંગેની ફરિયાદ દાખલ થઇ હતી. તેમાં હિતેશભાઈ મલાભાઇ ભરવાડ રહે. બાજકોટ તા. મોડાસા કલેકટર ઓફિસ સામે આવેલ તત્વ કોમ્પ્લેક્સ સામેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે અજાણ્યા પાંચ ઇસમોએ ગડદાપાટુનો મારમારી ગળામાં પહેરેલ સોનાની ચેન લુટી લીઘી હતી. જે અંગે સીસીટીવી…

Read More