ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ ઓક્ટોમ્બરનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો ઓક્ટોમ્બર-૨૦૨૨ નો તાલુકા/ગ્રામ્ય ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ ઑક્ટોમ્બર ૨૦૨૨ નાં રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી ઘોઘા ખાતે નાયબ કલેકટર ભાવનગર, પ્રાંત ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૫/૧૦/૨૨ સુધીમાં રાજ્યના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબધિત તલાટી કામ મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજૂઆત ની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં તેમ ઘોઘા મામલતદારની યાદી માં જણાવવામાં આવે છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment