સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડ ૨૦૨૨મા ભાવનગરના એન્કર પુનિત પુરોહિત થયાવિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગત ૨૯ તારીખે FNX India દ્વારા યોજાયેલ સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડમા સૌરાષ્ટ્રમાંથી કુલ ૨૧એન્કર નોમિનેટ થયેલા ! તેમાં મેગા ફાઈનલ રાઉન્ડ જીતી ભાવનગરના પુનિત પુરોહિતને મુનમુન દત્તા (“બબીતાજી “તારક મહેતા ફેમ ) ના હસ્તક
” બેસ્ટ એન્કર ઓફ સૌરાષ્ટ્ર “નો એવોર્ડ એનાયત થયો .

પુનિત પુરોહિત છેલ્લા ૬ વર્ષથી એન્કરીંગના ક્ષેત્રમા કાર્યરત છે. અત્યાર સુધીમાં તેમણે નવરાત્રી ,લાઇવ કોન્સર્ટ, ડાન્સ ફેક્ટર, કોર્પોરેટ ઇવેન્ટ, પબ્લિક ઇવેન્ટ, ફેસ્ટિવલ ઇવેન્ટ અને સોશિયલ ઇવેન્ટ વગેરે મળીને કુલ ૯૦૦થી પણ વધુ ઇવેન્ટ હોસ્ટ કરી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુનિત પુરોહિત છેલ્લા ૯ વર્ષથી અભિનયના ક્ષેત્રમા કાર્યરત છે. તેઓ ઘણા નાટકો ,એડ ફિલ્મ્સ, શૉર્ટ ફિલ્મ ઉપરાંત અર્બન ગુજરાતી મુવી “ફિલ્લમ”મા પણ અભિનય કરી ચૂક્યા છે. ભાવનગરમા તેમનું “સપ્તર્ષિ થીયેટર એન્ડ ઇવેન્ટ્સ ” ગ્રુપ કળાને લગતા સુંદર વર્કશોપ, નાટક અને નવીનતમ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરી ચૂક્યું છે જેનો લાભ ઘણા ભાવનગરના યુવા પ્રતિભાઓ લેતા રહ્યા છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment