દિયોદર તાલુકા પંચાયત ના સેવક વય નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા પંચાયત કચેરી માં સેવક તરીકે છેલ્લા 12 વર્ષ થી સેવા આપતા કીર્તિભાઈ ઓઝા વય નિવૃત થતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી એસ જી ઢુંકા ની હાજરી માં વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત 12 વર્ષ થી તાલુકા પંચાયત કચેરી માં સેવા આપી વય નિવૃત થતા તાલુકા પંચાયત ના કર્મચારીગણ દ્વારા પાઘડી અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા જેમાં તાલુકા પંચાયત માં કીર્તિભાઈ ઓઝા ની કામગીરી ને સહુ કોઈ એ બિરદાવી હતી આ પ્રસંગે ન્યાય…

Read More

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન

દિયોદર, દિયોદર માર્કેટ યાર્ડ માં વાઇસ ચેરમેન પરાગભાઈ જોષી અને દિયોદર તાલુકા પંચાયત કચેરી માં કારોબારી ચેરમેન મનજીભાઈ જોષી નું આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટ યાર્ડ ના વાઈસ ચેરમેન અને કારોબારી ચેરમેને ભારત વિકાસ પરિષદ ના સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રમુખ જામાભાઈ પટેલ, મંત્રી દીપેશભાઈ સેવક, કેતનભાઈ શાહ, રમેશભાઈ સોની, પ્રદીપભાઈ શાહ, જયેશભાઇ ઠાકર, બાબુભાઇ પટેલ, સુંડાભાઈ દેસાઈ, વીરેન્દ્રભાઈ જોષી વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર :…

Read More

ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૩, ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે, બાગાયત ખાતું , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૪-૧૧-૨૦૨૦ થી તા.૩૦-૧૧-૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવશે. જે બાગાયતદારો લાભ લેવા માંગતા હોય તેઓએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમયમર્યાદામાં ઓનલાઈન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે વિનાયક પ્લાઝા, ત્રીજો માળ,વેરાવળ ખાતે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ડીસામાં વ્યાજખોરો ના આતંક સામે એક શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ માં નોંધાઈ ફરિયાદ..!

હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના વ્યાપારી મથક ડીસા શહેરમાં આજરોજ એક ખેડૂત ને ત્રણ ટકા ના વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા આપી 10.30 લાખની પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પામી છે. જોકે આ બાબતે આરોપી ફરિયાદીને અવારનવાર ફોન ઉપર અને ઘરે જઈને ધમકીઓ આપતો હોવાથી કંટાળેલા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ બાબતે ડીસા દક્ષિણ પોલીસે આરોપી રહે. જલારામ મંદિર સામે, ડીસા, વાળા સામે આઇપીસી કલમ 323, 294 બી.506, 2, 507 અને નાણા ધીરનાર ની કલમ 33.એ.બી મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ…

Read More

નર્મદા જિલ્લાના વડીયા ગામમાં સ્વચ્છતા બાબતે કડક અમલ કરાવાવમાં આવશે : ગ્રામ પંચાયત નો નિર્યણ

હિન્દ ન્યૂઝ, નર્મદા વડાપ્રધાન એ સ્વચ્છ ભારતનું અભયાન શરૂ કરી દેશ વાસીઓને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી, સ્વચ્છ ભારત અભયાનના સપથ લીધા અને ‘મારુ ગામ સ્વચ્છ ગામ ‘ જેવા અભિયાન માં જોડાય દેશવાસીઓ એ સ્વચ્છતા ની શુરુઆત પેહલા પોતાના ઘરે થી કરી, પછી ફળિયું, પછી ગામ, પછી દેશ આમ સ્વચ્છતા નો સંદેશો આગળ વધાર્યો. નર્મદા જિલ્લાના વાડિયા ગામમાં દરરોજ ઘરે ઘરે થી કચરો ઉઘરાવવામાં આવે છે અને ગામને સ્વચ્છ રાખવામાં આવે છે. આ બાબતે ગ્રામપંચાયત ને એવોર્ડ પણ મળી ચકયો છે. જેથી પંચાયત ના સરપંચ મહેશભાઈ રજવાડી તથા તલાટી…

Read More

COVID-19 અંતર્ગત માહિતી ૦૩/૧૧/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૫૯ ટીમો…

Read More

અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન એક આઇસર ટ્રકમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઈ જનાર શખ્સો ને ઝડપી પાડતી શામળાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા તા.૦૨, મોડાસા ખાતે અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર  વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત, પોલીસ અધીક્ષક મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર ભરત બી બસીયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા, વિભાગ મોડાસા તથા એ.એમ.દેસાઇ પોલીસ સબ ઈન્સ્પેકટર શામળાજી પો.સ્ટે તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી ચાલક છગનસિંહ કેશરસિંહ ઉદયસિંહ ચૌહાણ ઉં.વ. ૩૦ રહે.મિયાલાખેડા તા.દેવગઢ જી.રાજસમંદ રાજસ્થાન (૨) પ્રકાશ ગોકુલજી ભીમાજી પ્રજાપતિ ઉં.વ.૨૬ રહે.કુચોલી…

Read More

ડીસા તાલુકાના વરનોડા ગામ માં ભ્રષ્ટાચાર ની ભૂ… ચૂંટાયેલા સદસ્યો જ સરપંચ અને તલાટી ના વિરુદ્ધ માં…!

હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરનોડા ગામે ગ્રામ પંચાયતના સત્તાધીશો સ્વચ્છતા અભિયાનના એક બાજુ ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી ત્યારે ગામલોકો દ્વારા અનેકવાર સરપંચ અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરવા છતાં પોતાની મનમાની ચલાવી રહ્યા તેવું દેખાઇ રહી છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર પ્રવીણ ભાઈ દેસાઈ દ્વારા આર.સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર કર્યા હોવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. આ બાબતે વરનોડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે મીડિયાએ વાતચીત કરતા તેઓએ પણ એવું જણાવ્યું હતું કે આ બાબતે અમે…

Read More

રાજકોટ શહેર ના કોઠારિયા ચોકડી સુધી જવા પાડોશીના બાઈક પાછળ બેસી જતા હતા. તે બાઈક પરથી પટકાતા મહિલાનું મોત નીપજ્યુ હતું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારિયા ગામે જીવન કિરણ સોસાયટીમાં રહેતા જયાબેન દેવાભાઈ ખેતરિયા (ઉ.૫૦) નામના દલિત મહિલા તેમના કૌટુંબિક નણંદના સાસુનું અવસાન થતા આજે સવારે મોલડી જવા ઘરેથી નીકળ્યા હતા. કોઠારિયા ચોકડી સુધી જવા માટે પાડોશી ધીરજભાઈ બગડાના બાઈક પર બેસી જતા હતા. દરમિયાન કોઠારિયા રોડ પર સુવાસ વાટીકા પાસે પહોંચતા કોઈ કારણસર બાઈક પરથી પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે હોસ્પિટલે…

Read More

રાજકોટ શહેર ના મધુરમ સોસાયટીમાં રહેતા યુવાને ઘરનું ગેરેજ નહીં કરી શકતા પૈસાના લીધે ડીપ્રેશનમાં આવી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અંકુર મેઈન રોડ પર આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા અને ગેરેજનું કામ કરતાં દિપકભાઈ લાલજીભાઈ ચાવડા ૨૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ ના E.M.T તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પ્રાથમિક પૂછતાછમાં મૃતક અપરિણીત અને ગેરેજમાં કામ કરતો હતો. યુવાનને પોતાના ઘરનું ગેરેજ કરવાની ઝંખના હતી. પરંતુ પૈસાના લીધે ઘરનું ગેરેજ નહીં કરી શકતા ડીપ્રેશનમાં આવી ગયેલા…

Read More