હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૩૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારના નંદા હૉલ પાસેના વોકળા માંથી એક નવજાત શિશુ મળી આવેલ છે. પોલીસે આપેલી માહિતીના આધારે ૧૦૮ ની ટિમ ઘટનાસ્થળે પહોચી હતી. અને ત્યાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. ૧૦૮ ના કહ્યા અનુસાર ઘટના અંદાજે એકાદ કલાક પહેલાની છે. નવજાતને જોતાં એવો અંદાજ કરવામાં આવી રહ્યો છે કે બાળક એકાદ કલાક અગાઉ જ જન્મેલું છે. હાલ બાળકની સ્થિતિ સારી છે. બાળકના શરીર ઉપર કોઈ ઇજાના નિશાન નથી. હાલ ૧૦૮ ની ટીમે આ નવજાતને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયું છે. રિપોર્ટર…
Read MoreDay: November 1, 2020
અમરેલીના ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
હિન્દ ન્યૂઝ, બગસરા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી ના ઉમેદવાર જેવી કાકડિયા ના સમર્થનમાં બગસરા શહેરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીને આડા હાથે લીધી હતી, તેમજ ભાજપ સરકારના દરેક યોજનાઓ વિશે મતદારોને જણાવ્યું હતું આ સભામાં ભાજપના અલગ અલગ વિસ્તારોમાંથી ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પેટા ચૂંટણી માં ધારી બગસરા વિધાનસભા ની સીટ જીતવા માટે ભાજપ સરકાર પૂરે પૂરી તાકાત લગાવી…
Read Moreદિયોદર ના જાલોઢા ગામે ગ્રામજનો લેખિત અરજી લઈ પોલીસ મથક પોહચ્યા
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા માં ઘણા સમય થી ગ્રામીણ વિસ્તાર માં દારૂ ના અડ્ડા ધમધમ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં આજે રવિવાર ના રોજ જાલોઢા ગામે દારૂ ના અડ્ડા બંધ કરાવવા માટે ગામ ના જાગૃત નાગરિકો એ પોલીસ મથકે લેખિત માં રજુઆત કરી છે. જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો ના છૂટકે જનતા રેડ કરવાની ચીમકી ઉચારી છે. દિયોદર તાલુકા માં જાલોઢા ગામે ઘણા સમય થી દેશી અને વિદેશી દારૂ નું વેચાણ થતું હોવાથી નવ યુવાનો દારૂ ના રવાડે ચડ્યા છે. જેમાં દિવસ દરમિયાન ગામ માં દારૂડિયા તત્વો…
Read Moreરાજકોટ શહેરના પોલીસ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યુ કે, આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ. આજે આપણુ અખંડ ભારત વિકસિત, સમૃધ્ધ અને સલામત છે. તેવુ સપનુ આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે. તેમ પટેલે ઉમેર્યુ હતું. પોલીસ જવાનોને ઉદેશીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ…
Read Moreરાજકોટ શહેરમાં ગેરકાયદેસર રિક્ષામાં સીટ નીચે ચોરખાનામાં ૫૯ બોટલ દારૂ છુપાવી નીકળેલ બુટલેગર ઝડપાયો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને તેમની ટીમે માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી રીક્ષા પસાર થતા તેને અટકાવી જડતી લેતા રિક્ષામાં સીટ નીચેથી એક ચોરખાનું મળી આવ્યું હતું તે ચોરખાનામાંથી ૫૯ બોટલ દારૂ મળી આવતા માંડાડુંગર નજીક પિત્રુ વાટિકા સોસાયટીમાં રહેતા મેહુલ ઉર્ફે ખલી ચંદુભાઈ રાવળ જાતે રાવળદેવની ધરપકડ કરી દારૂ, રીક્ષા અને મોબાઈલ સહીત ૬૭૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. માંડાડુંગર ભીમરાવનગરમાં રહેતા મહેશ હરિભાઈ મુછડીયાનું નામ ખુલતા તેના વિરુદ્ધ પણ ગુનો…
Read Moreશારદા સોસાયટી ની ધટના વેરાવળમાં છેડતીની અરજી કરતાં પરિવાર પર હુમલો
હિન્દ ન્યૂઝ, વેરાવળ તા.૩૧, વેરાવળમાં ૮૦ ફુટ રોડ ઉપર શારદા સોસાયટી વિસ્તારમાં સગીરાની સતામણી કરતા એક શખ્સ વિરુદ્ધ અરજી કરતાં પરિવાર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધટના સામે આવી હતી. બે મહિલા સહિત ચાર લોકોએ લાકડીથી માર મારી ધમકી આપી શારદા સોસાયટીમાં સગીર વયની બાળા ને અવાર નવાર હેરાન પરેશાન કરી વારંવાર સતામણી કરવા અંગે પોલીસમાં અરજી આપી હતી. જેનું મનદુઃખ રાખી મોહીત કમેલેશ ઉર્ફે કાનો તેનાં માતા આરતીબેન, ફુઈ ઉષાબેન એ અરજી કરનાર પરિવારના દિવ્યેશ, માતા રમાબેન, કાજલ, સંજય સાથે બોલાચાલી કરી લાકડી વડે મારામારી કરી,…
Read Moreફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા 10થી વધુ દેશમાં ગુસ્સો વધી રહ્યો છે, ફ્રાન્સની હિંસાના પડઘા હવે સુરત શહેર અને જિલ્લામાં પણ પડ્યા
હિન્દ ન્યૂઝ, સુરત, સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના કઠોર- આંબોલી રોડ ઉપર ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા પર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના તસવીર સાથે બોયકોટ ફ્રાન્સનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેના પરથી લોકો અને વાહનો પસાર થઇ રહ્યા છે. આમ સુરત શહેર અને ગ્રામ્યનાં લધુમતિ કોમમાં ફ્રાન્સ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે અને લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી હતી. પયગંબર મોહમ્મદના…
Read Moreવેરાવળ ની ગોકુલધામ સોસાયટીમા શરદપૂનમ ની રાત્રે રાસ ગરબા હરીફાઇ અને સમૂહભોજન નુ આયોજન કરાયુ
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ના હદયસમા વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમા અનેક તહેવારો ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સરકારની સૂચન મૂજબ શેરી રાસ ગરબાની છૂટછાટ હોય ત્યારે ગોકુલધામ સોસાયટીમા “શરદપૂનમ” ની રાત્રે બહેનોના રાસ ગરબા ની હરીફાઇ ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા મહીલા જજ તરીકે વેરાવળ ના નંબર 1 દાંડીયા કલાસીસ ના મીતાબેન હાદીઁકભાઇ કકકડ તથા મીનાબેન ની પ્રેરક ઉપસ્થિત મા સિલેકશન કરવામા આવેલ હતુ. જેમા મેરીડ બહેનોમા વેલડ્રેસ, મહીલા કવીન, અનમેરીડ બહેનો મા વેલડ્રેસ, અનમેરીડ કવીન, તેમજ 6 જેટલા જનરલ બાળકો અને બહેનોને ઇનામો આપવામા આવ્યા…
Read Moreલીમડી વિધાનસભા મા ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ને ભવ્ય થી ભવ્ય વિજય માટે પ્રચાર-પ્રસાર
હિન્દ ન્યૂઝ, થાનગઢ લીમડી વિધાનસભા મા નાની મોરવાડ અને મોટી મોરવાડ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ના પ્રચાર-પ્રસાર અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી અને ચુડા તાલુકા ભાજપ પ્રભારી કરસનભાઈ સભાડ, થાનગઢ મહામંત્રી લક્ષ્મણભાઈ અલગોતર તથા થાનગઢ યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર તથા યુવા ટીમ તથા નાની મોરવાડ ના ઉત્સૂક સરપંચ કિશોરભાઈ ખાચર મળી પેજ પ્રમુખ ને ડોર ટુ ડોર જઈને પેજ પ્રમુખ ના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તથા માર્ગદર્શન આપી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ને ભવ્ય થી ભવ્ય વિજય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ
Read More