નર્મદા જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પ્રથમ શૈક્ષણિક સત્ર સમીક્ષા બેઠક યોજાય

હિન્દ ન્યૂઝ, નર્મદા તા. 7, નર્મદા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી ના સાનિધ્ય માં જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય ઓની [લોકડાઉન] બાદ પ્રથમ શૈક્ષણિક સત્ર ની પ્રથમ બેઠક યોજાય. જેમાં સત્ર દરમિયાન વિવિધ માધ્યમ થી થયેલ શૈક્ષણિક કાર્ય ની સમીક્ષા ના ભાગ રૂપે સરકાર ની કોવિડ ની ગાઈડ લાઈન મુજબ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક ની શરૂઆત કચેરી ના ડી.બી.વસાવા દ્વારા હોમ લર્નિંગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મણિલાલ પરમાર દ્વારા શાળામાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ ની બદલી થતા…

Read More

વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૦૮, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ. 66 લાખના ખર્ચે ભીડીયા ખાતે જી.એફ.સી.સી.એ.ની નવી બે માળની કચેરી બનાવવામાં આવશે. જેમાં જન સંપર્ક કાર્યાલય, ડિરેક્ટરની ઓફિસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જી.એફ.સી.સી.એ.ના સેક્રેટરી નલીનભાઈ ઉપાધ્યાય, મેનેજર બી.ટી.જોધા સહિતના મહાનુભાવો…

Read More

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ તેમજ સરદાર વંદના કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ 31 ઓક્ટૉબર ના દિવસે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ શ્રી સરદાર સાહેબ ની પ્રતિમાં ને ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ કરી સરદાર વંદના કરવામાં આવેલ. રાષ્ટ્રની એકતા – અખંડીતતા અને સુરક્ષા માટે ના શપથ લેવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી, પોલિસ વિભાગના અધિકારી, પોલિસ જવાનો પણ જોડાયા હતા. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

કોડાય પાસે સર્જાયો અકસ્માત, કારે ત્રણ વાછરડીને અડફેટમાં લીધી, એકનું થયું મોત

હિન્દ ન્યુઝ,કચ્છ કચ્છમાં માર્ગ અકસ્માતના કેસોમા દિન પ્રતિદિન વધારો થતો હોય છે, ત્યારે કોડાય ગુરુકુળ પાસે પૂરપાટ જતી કારે ત્રણ વાછરડીને અડફેટમાં લીધી. જે પૈકી એક વાછરડીનું મોત થયું હતું, જ્યારે એકને તલવાણા ગૌશાળામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સ્થળપર હાજર લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક કોઈ ઇમરજન્સી કેસ બાબતે હોસ્પિટલમાં જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગનુભા જાડેજાએ વાછરડીઓની સારવાર આરંભી હતી. જ્યારે અજીતસિંહ જાડેજા, કલ્યાણજી પટેલ સહયોગી બન્યા હતા. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

ભટી ના સાધનો તથા વોશ સાથે આરોપીને પકડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ ખાતે પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષક ડો. લવિનાં સિન્હા વિરમગામ વિભાગ, અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડિવિઝન વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે સારું કરેલ સૂચના અનુસંધાને આજરોજ અમો પો.સ. ઇન્સ્પેક્ટર એમ એ.વાઘેલા તથા સ્ટાફ ના એ. એસ.આઈ વિક્રસિંહ ભાગવત તથા રાજુભાઈ માફાભાઈ તથા અ.પો.કો. જયેન્દ્રા સંતુભા તથા પો.અ.પો.કો. સંજયભાઈ શામજીભાઈ તથા અ.પો.કો હરેશભાઈ કમાભાઇ તથા ડ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાચરોલ ગામે આવતા દ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈના ઓને ખાનગી રાહે બાતમી ની…

Read More

જેતપુર ખાતે જયેશભાઇ રાદડીયા ફેન ક્લબ દ્વારા નવાગઢ ખાતે પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

હિન્દ ન્યૂઝ, જેતપુર તા.8, જેતપુર તાલુકાના નવાગઢ રામજી મંદિર પાસે જયેશભાઇ રાદડિયા ફેન ક્લબ તેમજ પટેલ સમાજ દ્વારા સૌરાષ્ટ્ર ના લડાયક તેમજ કદાવર ખેડૂતો ના નેતા તેમજ ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈને ચાલનારા પૂર્વ સાંસદ યુગ પુરુષ વિઠ્ઠલભાઇ રાદડિયાના જન્મદિન નિમિત્તે 8 નવેમ્બર ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. તેમા જયેશભાઇ રાદડિયા દ્વારા દિપ પ્રગટાવી ને જયેશભાઇ રાદડિયા તરફથી નવાગઢ ની જનતા માટે 11000 પુસ્તકાલય ની લાયબ્રેરી ની ભેટ આપવામાં આવી. આ કેમ્પમાં ધણા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

જામનગર ખાતે હરસિધ્ધિ માતાજી ના મંદિર ની સામે કાના ડિલક્સ પાન ની બાજુ મા પવનભાઈ મહાજન ના મકાન મા મોબાઈલ ટાવર ના ઉપયોગ આવતા કોપર તથા એલ્યુમિનિય ના કેબલનો મોટો જથ્થો મળી આવ્યો

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર પોલીસ અધ્યક્ષ દીપેન ભદ્રન ની સૂચના મુજબ શહેર મા ગેરકાયદેસર પ્રવુતિ ને નાથવા એસ.ઓ.જી. ના ઇન્સ્પેક્ટર એસ.એસ.નીમામા ના માર્ગદર્શન હેઠળ સ.ઈ. વી.કે.ગઢવી અને આર.વી.વીછી તથા તેમની ટિમ ના એ.એસ.આઈ. હિતેષભાઇ ચાવડા તથા રવિભાઈ ને મળેલ બાતમી મુજબ હરસિધ્ધિ માતાજી ના મંદિર ની સામે કાના ડિલક્સ પાન ની બાજુ મા પવનભાઈ મહાજન ના મકાન મા મોબાઈલ ટાવર ના ઉપયોગ આવતા કોપર તથા એલ્યુમિનિય ના કેબલ નો 1000 કિલો નો મોટો જથ્થો મળી આવ્યો. જેની કિંમત 70, 000 /- છે. તે કબ્જે કરી ને બે વ્યક્તિ ની સી.આર.પી.…

Read More

રાજકોટ શહેરનાં લક્ષ્મીવાડીના નામચીન ફાયનાન્સના ધંધાર્થી શખ્સ પાસે ૨ પિસ્તોલ હોવાની બાતમીના આધારે S.O.G ના સ્ટાફે ધરપકડ કરી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ જગતસિંહ ઝાલા નામના શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે S.O.G P.I આર.વાય.રાવલ, A.S.I ઘમેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, મોહિતસિંહ જાડેજા, મુકેશભાઇ રબારી, કિશનભાઇ આહિર સહિતના સ્ટાફે રૂ.૨૦ હજારની કિંમતની ૨ દેશી બનાવટની પિસ્તોલ અને રૂ.૨૦૦ ની કિંમતના ૨ જીવતા કારતુસ સાથે લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી ધરપકડ કરી છે. ફાયનાન્સનો ધંધો કરતા હોવાથી તેને અવાર નવાર થતી માથાકૂટના કારણે બે માસ પહેલાં છોટા ઉદેપુરના કવાટ ગામના શખ્સો પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી છે. ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલા…

Read More

રાજકોટ શહેરનાં શાપર-વેરાવળમાં વાહનચાલકો પાસેથી ઉઘરાણાં કરતા G.R.D જવાનનો વિડિયો સામે આવ્યો, S.P એ સસ્પેન્ડ કર્યો

હિન્દ ન્યઝ, રાજકોટ, તા.૮/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર શાપર-વેરાવળમાં વાહનચાલકો પાસેથી G.R.D જવાન રાજેશ બાબુભાઈ પીઠડિયા રૂ.૧૦૦-૧૦૦ ઉઘરાવતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. જવાનને પૈસા ઉઘરાવવાની સત્તા ન હોવા છતાં ખાખીની આડમાં વાહનચાલકો પાસેથી લૂંટ ચલાવતો હોવા અંગે કોઈક જાગ્રત નાગરિકે વિડિયો બનાવી વાઈરલ કર્યો હતો. શાપર પોલીસ મથકના P.S.I કુલદીપસિંહ ગોહિલે તોડબાજ G.R.D રાજેશ બાબુ પીઠડિયા વિરુદ્ધ S.P ને રિપોર્ટ કર્યો હતો. જેને પગલે જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ G.R.D રાજેશ પીઠડિયાનું સભ્યપદ રદ કરી તેને નોકરીમાંથી હકાલપટ્ટી કરવા આદેશ કર્યો છે. S.P ના આદેશને લઈને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો…

Read More

દિયોદર તાલુકા ના રાટીલા ગામે વિધુત બોર્ડ ના કર્મચારીઓ ની ઘોર બેદરકારી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના રાંટીલા ગામ માં વિધુત બોર્ડ ના કર્મચારીઓ ની ઘોર બેદરકારી સામે આવી છે. રાટીલા ના ગોળીયા પ્રાથમિક સ્કૂલ ની વીજ લાઈન ચાલી છે. તેમા થાભાલાઓ ના વાયર ને અડીને મોટા મોટા વૃક્ષો અને વેદલાઓ નું સામ્રાજ્ય છે અને મોટી ઘટના પણ ઘટી શકે છે. અનેક વાર વિધુત બોર્ડ ના કર્મચારીઓ ને જાગૃત નાગરિક દ્વારા ફોન કર્યા છતાં પેટનું પાણી ય હલતું નથી અને જો મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર વિધુત બોર્ડ ના કર્મચારીઓની રહશે. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More