જામનગર ખાતે હરસિધ્ધિ માતાજી ના મંદિર ની સામે કાના ડિલક્સ પાન ની બાજુ મા પવનભાઈ મહાજન ના મકાન મા મોબાઈલ ટાવર ના ઉપયોગ આવતા કોપર તથા એલ્યુમિનિય ના કેબલનો મોટો જથ્થો મળી આવ્યો

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર પોલીસ અધ્યક્ષ દીપેન ભદ્રન ની સૂચના મુજબ શહેર મા ગેરકાયદેસર પ્રવુતિ ને નાથવા એસ.ઓ.જી. ના ઇન્સ્પેક્ટર એસ.એસ.નીમામા ના માર્ગદર્શન હેઠળ સ.ઈ. વી.કે.ગઢવી અને આર.વી.વીછી તથા તેમની ટિમ ના એ.એસ.આઈ. હિતેષભાઇ ચાવડા તથા રવિભાઈ ને મળેલ બાતમી મુજબ હરસિધ્ધિ માતાજી ના મંદિર ની સામે કાના ડિલક્સ પાન ની બાજુ મા પવનભાઈ મહાજન ના મકાન મા મોબાઈલ ટાવર ના ઉપયોગ આવતા કોપર તથા એલ્યુમિનિય ના કેબલ નો 1000 કિલો નો મોટો જથ્થો મળી આવ્યો. જેની કિંમત 70, 000 /- છે. તે કબ્જે કરી ને બે વ્યક્તિ ની સી.આર.પી. કલમ 41(1) મુજબ અટક કરી સી.ટી.સી.પોલીસ સ્ટેશન ને સોંપવા મા આવી છે. એમાં આરોપી (1) જગદીશ ભાઈ ઉર્ફે જીગર, રાયદેભાઈ રાવલિયા જાતે.આહીર, ઉ.વ.38 ધન્ધો. નોકરી, અયોધ્યા નગર, શેરી નં 9 ગોકુલ નગર
(2) ધર્મદીપ સિંહ નીરૂભા જેઠવા, પટેલ કોલોની શેરી નં 9ના છેડે નાં છે. આ બંને આરોપી ની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment