રાજકોટ શહેરનાં લક્ષ્મીવાડીના નામચીન ફાયનાન્સના ધંધાર્થી શખ્સ પાસે ૨ પિસ્તોલ હોવાની બાતમીના આધારે S.O.G ના સ્ટાફે ધરપકડ કરી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લક્ષ્મીવાડીના ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ જગતસિંહ ઝાલા નામના શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે S.O.G P.I આર.વાય.રાવલ, A.S.I ઘમેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, મોહિતસિંહ જાડેજા, મુકેશભાઇ રબારી, કિશનભાઇ આહિર સહિતના સ્ટાફે રૂ.૨૦ હજારની કિંમતની ૨ દેશી બનાવટની પિસ્તોલ અને રૂ.૨૦૦ ની કિંમતના ૨ જીવતા કારતુસ સાથે લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી ધરપકડ કરી છે. ફાયનાન્સનો ધંધો કરતા હોવાથી તેને અવાર નવાર થતી માથાકૂટના કારણે બે માસ પહેલાં છોટા ઉદેપુરના કવાટ ગામના શખ્સો પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી છે. ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલા સામે એક વર્ષ પહેલાં ભક્તિનગર પોલીસમાં મનીલેન્ડ એકટ હેઠળ તેમજ મારામારીનો ગુનો નોંધાયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment