શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા

તા.05/11/2019 ના રોજ ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન અંતર્ગત વ્યક્તિગત સ્વરોજગાર લોન SEP-I ઘટક હેઠળ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા અરજદાર શ્રીમતિ સમીમબાનુ મકરાણીને કરિયાણાના ધંધા રોજગાર અર્થે રૂપિયા.1,10,000/- (અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા ) તેમજ અરજદાર પઢીયાર ભોજરાજ ને હેર કટિંગ (સલૂન) ના ધંધાના રોજગાર અર્થે રૂપિયા.1,10,000/- (અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા ) ચેક શહેરી આજીવિકાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ કે રાઠોડ અને મદદનીશ કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાની હાજરીમાં મેનેજર ગ્રામીણ બેંક દ્વારા અરજદારને આપવામાં આવ્યો.

રિપોર્ટર : અનસ ટુણીયા, દેવગઢ બારીયા

Related posts

Leave a Comment