હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર અને તેની સાથે રહેલા રાજેશ ભરતભાઈ ડાંગર પર ૭ શખ્સોએ હુમલો કર્યો છે. સામુ જોવા જેવી સામાન્ય બાબતે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. અશોક ડાંગરના ભાઈ દિલીપભાઈના દિકરા જયદિપ અને રાજેશ ભરતભાઇ ડાંગર લક્ષ્મીવાડીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામું જોવા જેવી નજીવી બાબતે ભરવાડ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આથી મામલો ઉગ્ર થતા ભરવાડ શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘર્ષણમાં માથામાં ઇજા થતાં બંનેને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ