90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કોરોના જેવી બીમારી ને માત આપી ફરી લોક સેવા માં પરત ફરેલ તે પ્રસંગે કોંગ્રેસ પરિવાર તથા સમર્થકો દ્વારા હાર તોરા તથા અભિંવાદન કરેલ.

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા 14 મી વિધાનસભા ના સત્ર બાદ આકસ્મિક તબિયત નાજુક થતાં તબિયત બતાવતા જેમાં કોરોના પોઝિટિવ રીપોટ આવતા તેઓ હોમ કોરોંટાઇન થયેલ હતા. ત્યાર બાદ તબિયત માં સુધારો થતાં અને કોરોના ટેસ્ટ કરાવતા રીપોટ નિગેટિવ આવતા અને આરામ કર્યા બાદ તા.21-10-20 ના વેરાવળ ધારાસભ્ય ના કાર્યાલયે આવતા જ્યાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અભિવાદન કરેલ હતું અને પંડિત દ્વારા મંત્રોચાર કરી દિર્ધાયુસ માટે દાદા સોમનાથ ને પ્રાર્થના કરવામાં આવી અને કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા વિમલભાઈ ચુડાસમા ને…

Read More

અન્ન સલામતિ કાયદા હેઠળ દિવ્યાંગ, વિધવા અને બાંધકામ શ્રમયોગીઓને અગ્રતા ધરાવતા કુંટુંબ તરીકે સમાવેશ કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ અન્વયે અગ્રતા ધરાવતા કુંટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી છોટાઉદેપુર જિલ્લામાં બાકી રહી ગયેલા દિવ્યાંગ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા (વિધવા) બહેનો અને બાંધકામ શ્રમયોગીઓને અગ્રતા ધરાવતા કુંટુંબ તરીકે સમાવેશ કરવામાં આવશે. પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર નિયામક, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલા દિવ્યાંગ લાભાર્થીઓ તથા સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા દિવ્યાંગ વ્યક્તિઓ, સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ તથા સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા વૃદ્ધ વ્યક્તિઓ, મહિલા…

Read More

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. દ્વારા ધનસુરા પો.સ્ટે.ના સુકવાંટડા મુકામેથી રોયલ એનફિલ્ડ મોટર સાઈકલ સાથે બોટલ નંગ:૩૫ કિ.રૂ.૨૮,૦૦૦/- નો મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ મુદ્દામાલ:૧,૩૪૦૦૦/- નો પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી પોલીસ મહનીર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભ્ય ચુડાસમા પોલીસ મહાનીરીશ્રક વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા મગદેશન અને સૂચનાઓ આપવામાં આવેલ. જે ઉપરોક્ત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર.પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. અરવલ્લી નાંઓની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હે.કો ઇમરાનખાન નજામિયા (૨) અ.હે.કો સંજય કુમાર મનોજ ભાઈ (૩) અ.હે.કો. પ્રમોદચંદ સુખદેવ પ્રશાદ સાથે આજરોજ પ્રોહી પેટ્રોલિંગ માં ધનસુરા પો.સ્ટે વિસ્તારમાં હતા, તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન…

Read More

થરાદની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફાર્માસીસ્ટના તોછડાઈભર્યા વર્તનથી દર્દીઓ પરેશાન

હિન્દ ન્યૂઝ, થરાદ વર્ષોથી થરાદની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા કર્મચારી ટિકુ ઉર્ફે હનીફભાઇના તોછડાઇભર્યા વર્તન અંગે દર્દીઓમાં કચવાટની લાગણી અવારનવાર જોવા મળે છે. જો કે તેની સામે કોઇ પગલાં ભરવામાં નહી આવતાં હોવાના કારણે તે બેફામ બનવા પામ્યો હોવાનું પણ ચર્ચાસ્પદ છે. જેની વચ્ચે શુક્રવારે રેફરલ હોસ્પિટલમાં સંબંધીને ડિલીવરી માટે આવેલા એક શિક્ષિત યુવકને તેનો કડવો અનુભવ થવા પામ્યો હતો. વાત કંઇક એવી હતી કે આ કર્મીની કારની આગળ રેફરલમાં ડિલીવરી વાળી બહેનને ચીજવસ્તુ આપવા આવેલા યુવકે તેની આગળ પોતાની કાર પાર્ક કરી હતી. બીજી બાજુ આ કર્મીને પોતાના ઘરે…

Read More

થરાદના કળશ લુવાણા ગામે દાતાઓએ ગૌમાતા માટે સુખડી બનાવીને ખવરાવી

હિન્દ ન્યૂઝ, થરાદ, અધિક માસ થોડા દિવસ પહેલા પૂર્ણ થયો છે ત્યારે થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે કેટલાક સેવાભાવી દાતાઓએ અધિક માસ દરમિયાન સુખડી બનાવી ગૌમાતાને ખવરાવવાની જાહેરાત કરેલ હોઈ, ગતરોજ ગૌમાતાને શુદ્ધ ધીની સુખડી બનાવી ગૌમાતાને ખવરાવી હતી. કળશ લુવાણા ગામે છેલ્લા એક વર્ષથી વોટસઅપ ગૃપના માધ્યમથી અને ગામના સહયોગથી ઘાસચારાની વ્યવસ્થા કરી ગૌમાતાને ઘાસચારો પૂરો પાડતા હોઈ ગામના માજીસરપંચ ગેનાજી કરવડ, શાસ્ત્રી નરશીભાઈ એચ.દવે, વાલજીભાઈ નાઈ, નેનમલભાઈ શાહ સહિત ગામના અનેક સેવાભાવી લોકોની પ્રેરણાદાયી કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે ત્યારે અધિક માસ દરમિયાન સેવાભાવી દાતાઓએ સુખડી બનાવી…

Read More

જૂનાગઢ નો રોપ વે બન્યો મોર પે 9 કરોડનો પ્રોજેકેટ પહોંચીયો 130 કરોડે… શું આ છે ભાજપ નો વિકાસ ? ઉષાબેન કુસકીયા રોપ વે પરત્વે ભાજપ ની ભૂમિકા પ્રત્યે ઉઠાવ્યા સવાલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ જૂનાગઢ ના વિકાસમાં પાયારૂપ સુવિધા પુરી પડતો રોપ વે પ્રોજેક્ટ નું કામ આખરે પૂર્ણ તો થયું પણ સરકારની અણઆવડત અને નિષ્ફ્ળ આયોજનના કારણે આ 9 કરોડ નો પ્રોજેક્ટ આજે રૂપિયા 130 કરોડે પહોંચી જતા આમ જનતા માં ચર્ચા એ જોર પકડતા સરકારની અણઆવડત અને ઢીલી નીતિ અને નિષ્ફ્ળ આયોજન ના કારણે પ્રજાના પૈસા નું પાણી થઇ આવ્યાનું ચર્ચા રહ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા આ રોપ વે ને મોર પે ગણાવી સરકારની અણઆવડત ઢીલી નીતિ અને નિષ્ફળ આયોજનની ઝાટકણી…

Read More

રાજકોટ શહેર ના હોડથલી સબ.સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને ચાલુ નોકરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ, તા.૨૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના હોડથલી ગામે આવેલા સબ.સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મહેશભાઈ લાલજીભાઈ ગેડિયા ઉ.૧૯ વર્ષના યુવાને ૨ દિવસ પૂર્વે ચાલુ નિકરી દરમિયાન કોઈ અગમ્ય કારણસર સબ.સ્ટેશનમાં એસિડ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી પસરી ગયેલ છે. પ્રાથમિક પૂછતાછમાં મૃતક યુવાન ચાલુ નોકરી ઉપર હતો. તે દરમિયાન તેને માથાનો દુખાવો ઉપાડતા ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા…

Read More

રાજકોટ થી મુંબઈ વચ્ચે દરરોજ ફ્લાઈટની સેવા પૂરી પાડવાનો સ્પાઇસ જેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ થી મુંબઇ વચ્ચે હાલ સુધી અઠવાડિયામાં ૩ ફ્લાઇટ સ્પાઇસ જેટ દ્વારા ચલાવવામાં આવતી હતી. પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતા સ્પાઇસ જેટ દ્વારા આગામી તા.૨૫ ઓક્ટોબરથી દરરોજ ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે દરરોજ સવારે ૮ વાગ્યે રાજકોટ થી મુંબઈ વચ્ચે ફ્લાઇટ ચાલુ થશે. જેના કારણે મુસાફરોને ઘણી સરળતા રહેશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

માંડવી તાલુકા ના હમલા મંજલ માં માનવભક્ષી પવનચકી

હિન્દ ન્યુઝ, કચ્છ માંડવી તાલુકા ના હમલા મંજલ ગામે જી.ઇ.ઇન્ડિયા પ્રા.લી.કંપની દ્વારા કોઈ પણ નોટિસ પ્રસિદ્ધ કર્યા વગર વિજલાઈન નો વીજ સપ્લાય સરુ કરતા કંપની ની બેદરકારી ના લીધે ગોધરા ના એક પટેલ યુવાન ને શોર્ટ લાગવાથી મરણ થયું. 24 કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ ગઢશીસા પોલીસ સ્ટેશન કંપની વિરોધ ફરિયાદ ના નોંધતા પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આખરે જન આંદોલન ના કારણે કંપની ના જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવી. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

COVID-19 અંતર્ગત માહિતી ૨૨/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૨૯ ટીમો…

Read More