COVID-19 અંતર્ગત માહિતી ૨૨/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૨૯ ટીમો દ્વારા કુલ-૭૨૨ ઘરોની કુલ-૩૩૩૭ વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી કરવામાં આવી. પોઝીટીવ કેસના સંપર્ક માં આવેલ કુલ-૨૨૩ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
આજરોજ કોવિડ-૧૯ નો મોડાસા શહેરી વિસ્તારના-૦૨ (પુરુષ-૦૧,મહીલા-૦૧) તેમજ મોડાસા ગ્રામ્ય વિસ્તારના-૦૩ (પુરુષ-૨,મહિલા-૦૧) આમ, કુલ-૦૫ પોઝેટીવ કેસ નોધાયેલ છે.
આજ દિન સુધી નોધાયેલ COVID-19 ના પોઝીટીવ ૫૪૬ કેસો પૈકી કુલ-૪૬૦ સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19 ના કુલ-૨૩ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ૨૧ તેમજ હિમતનગર હોસ્પિટલ મા-૦૧ તેમજ અરવલ્લી જિલ્લા ના ૦૧ પોઝીટીવ કેસ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આમ, કુલ-૨૩ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

તાલુકાનું નામ – કેસની સંખ્યા, એકટીવ દર્દી/

બાયડ ગ્રામ્ય – ૪૫, ૦ / બાયડશહેરી – ૧૩, ૦ / ભિલોડા – ૩૫, ૨ / મેઘરજ – ૩૧, ૦ / ધનસુરા – ૪૫, ૧ / માલપુર – ૨૨, ૨ / મોડાસા ગ્રામ્ય – ૧૧૯, ૮ / મોડાસા શહેરી – ૨૩૬, ૧૦ / ટોટલ – ૫૪૬, ૨૩

સાર્વજનિક હોસ્પિટલ મોડાસા માથી મોડાસા ગ્રામ્ય વિસ્તાર નો-૦૧ (મહિલા) તેમજ વાત્રક હોસ્પિટલ માથી બાયડ ગ્રામ્ય વિસ્તારનો-૦૧(પુરુષ) આમ, કુલ-૦૨ પોઝીટીવ દર્દી ની સારવાર પૂર્ણ થતાં રજા આપવામાં આવેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment